Gujarat News/ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટ! રૂ.2,999 કરોડના રોકાણને મંજૂરી, હજારો નવી નોકરીઓ સર્જાશે

Gujarat Industrial Projects: ગુજરાત સરકારે રૂ.2,999 કરોડથી વધુના 32 ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ, 4 નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ટેક્સટાઇલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. જાણો વધુ વિગતો…

Top Stories Gujarat
Gujarat Industrial Projects: 2,999 કરોડના રોકાણને મંજૂરી

Gujarat News: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને (Gujarat Industrial Projects) વધુ ગતિ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રૂ.2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને (Gujarat Industrial Projects) મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી સર્જનને વધુ મજબૂત બનાવશે.

Gujarat Industrial Projects: ઔદ્યોગિક નીતિ હેઠળ રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન

ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ-2015 અંતર્ગત અમલમાં રહેલી ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના દ્વારા રાજ્યમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ પાત્ર ઉદ્યોગોને નેટ SGST રિફંડ અને અન્ય સહાય આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં રૂ.1,48,336.35 કરોડનું રોકાણ(Gujarat Investment) રાજ્યમાં આવ્યું છે, જ્યારે 1.65 લાખથી વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. સાથે જ (Gujarat MSME) ક્ષેત્રને પણ નોંધપાત્ર વેગ મળ્યો છે.

Gujarat Industrial Projects: 2,999 કરોડના રોકાણને મંજૂરી

32 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી

ઉચ્ચસ્તરીય સમિતિએ કુલ 32 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં રૂ.1,977.04 કરોડનું રોકાણ થશે અને અંદાજે 4,739 લોકોને સીધી રોજગારી મળશે.

જિલ્લાવાર મંજૂર થયેલા મુખ્ય રોકાણોમાં અમદાવાદમાં ઓટોમોબાઇલ, મેટલ, સિમેન્ટ અને કોંક્રીટ ક્ષેત્રે રૂ.528.49 કરોડ, કચ્છમાં મેટલ ક્ષેત્રે રૂ.332.71 કરોડ, મહેસાણામાં પ્લાસ્ટિક અને મેટલ ક્ષેત્રે રૂ.301.16 કરોડ, મોરબીમાં સિરામિક, કેમિકલ, પેપર અને પ્લાસ્ટિક ક્ષેત્રે રૂ.480.16 કરોડ, જ્યારે સુરતમાં ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ અને મેટલ ક્ષેત્રે રૂ.74.49 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

કેપિટલ સબસિડી યોજના હેઠળ એક મોટા પ્રોજેક્ટને મંજૂરી

Gujarat Industrial Projects: 2,999 કરોડના રોકાણને મંજૂરી

મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર માટેની કેપિટલ સબસિડી યોજના હેઠળ રૂ.649.23 કરોડના એક મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અંદાજે 871 સીધી રોજગારી સર્જાવાની અપેક્ષા છે અને રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

ટેક્સટાઇલ ક્ષેત્રને પણ મળ્યો પ્રોત્સાહન

‘ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન સહાય યોજના-2019’ હેઠળ ત્રણ ટેક્સટાઇલ એકમોને મંજૂરી (Textile Industry) આપવામાં આવી છે. આ એકમોમાં કુલ રૂ.165 કરોડનું રોકાણ થશે અને આશરે 500 લોકોને સીધી રોજગારી મળશે. સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન આ એકમોને રૂ.50 કરોડથી વધુની વ્યાજ અને પાવર ટેરિફ સહાય પણ આપશે.

ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને લીલી ઝંડી

ગુજરાત ઔદ્યોગિક નીતિ-2020 હેઠળ ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પાર્કોના વિકાસ માટે રૂ.371.70 કરોડથી વધુનું રોકાણ થશે, જે રાજ્યના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે અને નવા ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.

ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, ટી. નટરાજન, મમતા વર્મા તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારનું માનવું છે કે આ નવા રોકાણો રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપશે, ઉત્પાદન ક્ષમતા વધારશે અને હજારો નવી રોજગારીની તકો ઊભી કરશે.


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : છૂટાછેડા બાદ પતિનું અવસાન, મહિલાને ફરી મળ્યો વિધવાનો દરજ્જો

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી

આ પણ વાંચો: ભારે વરસાદથી પુસ્તકો ખરાબ થયા? ગુજરાત સરકાર આપશે નવા પાઠ્યપુસ્તકો મફતમાં