Ahmedabad News: અમદાવાદના નવા વાડજ (New Vadaj ) વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવતી અને તેના પિતા પર થયેલા (Father Daughter Knife Attack ) હુમલાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગાળો આપવાના મુદ્દે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં આરોપીએ યુવતી અને તેના પિતા પર છરી વડે (Father Daughter Knife Attack ) હુમલો કર્યો હતો. ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે તેને બચાવવા આવેલા પિતાને પણ છરીના ઘા વાગતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Father Daughter Knife Attack : જાહેર માર્ગ પર હુમલાથી અફરાતફરી
પ્રાથમિક માહિતી મુજબ, નવા વાડજ વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવતી અને તેના પિતા સાથે બોલાચાલી બાદ આરોપીએ ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં મામલો ઉગ્ર બનતાં આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલો થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
યુવતીને ગંભીર ઇજા, પિતા પણ ઘાયલ

હુમલામાં યુવતીને છરીના ઘા વાગતાં (New Vadaj Crime) ગંભીર ઇજાઓ પહોંચી હતી. દીકરીને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ આરોપીએ છરી મારી હોવાની માહિતી સામે આવી છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતાં પોલીસ (Ahmedabad Police) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલામાં મિતેશ રાવત નામના આરોપીનું નામ સામે આવ્યું છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને હુમલાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં દારૂના અડ્ડાનો વિરોધ કરનાર રહીશો પર બુટલેગરોનો હુમલો, મહિલાઓને પણ માર માર્યાનો આરોપ
આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં ક્રિકેટ મેદાનમાં મારામારી, સ્કૂલના ઝઘડાની અદાવતમાં હુમલો; ત્રણ સગીર સહિત પાંચ ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં જાહેરમાં આધેડ પર હુમલો, 13 સેકન્ડમાં દંડાના 9 ફટકા; VIDEO સામે આવ્યો
