Gujarat News/ ગીર સોમનાથમાં વરસાદ બાદ એક્શનમાં સરકાર! બાળકોની સુરક્ષા અને સુવિધાઓ પર વિશેષ ભાર

Gir Somnath Rain Review: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તા, પુલ અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat Top Stories
Gir Somnath Rain Review: હાઈ લેવલ રિવ્યૂ

Gir Somnath News: રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તા, પુલ અને જાહેર સુવિધાઓને થયેલા નુકસાનને ધ્યાનમાં (Gir Somnath Rain Review) રાખીને સરકાર દ્વારા સમારકામની કામગીરી તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ જ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીના (Parshottam Solanki) અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Gir Somnath Rain Review: હાઈ લેવલ રિવ્યૂ

બેઠકમાં જિલ્લાના વિવિધ રોડ-રસ્તા, પુલ અને આંગણવાડી કેન્દ્રોની (Gir Somnath Rain Review) હાલત (Rain Damage) અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો અને પુલોનું તાત્કાલિક સમારકામ કરીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત થાય તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Gir Somnath Rain Review: બાળકોની સુરક્ષા અને શૈક્ષણિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન

Gir Somnath Rain Review: હાઈ લેવલ રિવ્યૂ

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જર્જરિત શાળાઓના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો હતો. સાથે જ આંગણવાડી અને શાળાઓમાં બાળકોને સુરક્ષિત વાતાવરણ તેમજ જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લાના પુલો અને માર્ગોની સ્થિતિની સમીક્ષા

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને નગરપાલિકા હસ્તકના માર્ગો અને પુલોની વિગતો રજૂ કરી હતી. સાથે જ હિરણ, સરસ્વતી અને રૂપેણ નદી પર આવેલા મહત્વના પુલો સહિત કેટલાક બ્રિજ (Gir Somnath Bridges) પર ભારે વાહનોના અવરજવર પર મૂકાયેલા પ્રતિબંધ અને નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા આગોતરા પગલાં અંગે પણ માહિતી આપવામાં આવી.

આંગણવાડી કેન્દ્રોની સ્થિતિનો ચિતાર

ICDS વિભાગે માહિતી આપી હતી કે જિલ્લામાં કુલ 1,166 આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અનેક કેન્દ્રો પોતાના મકાનમાં કાર્યરત છે, જ્યારે કેટલાક ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે. નવા આંગણવાડી મકાનોના નિર્માણ માટે અનેક સ્થળોએ ટેન્ડર, વર્ક ઓર્ડર અને બાંધકામની કામગીરી પણ પ્રગતિમાં હોવાનું જણાવાયું.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, નગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટ! રૂ.2,999 કરોડના રોકાણને મંજૂરી, હજારો નવી નોકરીઓ સર્જાશે

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ કરી

આ પણ વાંચો: ભારે વરસાદથી પુસ્તકો ખરાબ થયા? ગુજરાત સરકાર આપશે નવા પાઠ્યપુસ્તકો મફતમાં