Ahmedabad News/ અમદાવાદ EWS-LIG આવાસ માટે નવા કડક નિયમો: મકાન ભાડે આપશો તો ₹50 હજાર દંડ, 90 દિવસ સીલ અને વારંવાર ભંગે દસ્તાવેજ રદ

અમદાવાદમાં EWS અને LIG આવાસ (Ahmedabad Housing Scheme) યોજના હેઠળના મકાન ભાડે આપનાર સામે AMC હવે કડક કાર્યવાહી કરશે. પ્રથમ વખત ₹50 હજાર દંડ અને 90 દિવસ સીલ, જ્યારે વારંવાર નિયમભંગ કરનારના દસ્તાવેજ પણ રદ થઈ શકે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Housing Scheme: પ્રથમ વખત ₹50 હજાર દંડ, ત્રીજી વખત દસ્તાવેજ રદ; AMCનો મોટો નિર્ણય

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને લો ઇન્કમ ગ્રુપ (LIG) માટે ફાળવવામાં આવેલા આવાસો (Ahmedabad Housing Scheme)ના દુરુપયોગને રોકવા માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાભાર્થીઓ જો નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના ફાળવેલા મકાન ભાડે આપતા ઝડપાશે તો તેમના સામે દંડાત્મક કાર્યવાહી ઉપરાંત મકાન સીલ કરવાની અને વારંવાર ભંગ કરવાના કિસ્સામાં માલિકીના દસ્તાવેજ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AMCની હાઉસિંગ કમિટીમાં 27 જુલાઈએ લેવાયેલા નિર્ણય મુજબ EWS અને LIG આવાસ યોજનાના મકાનો (Ahmedabad Housing Scheme) ફાળવણી બાદ પ્રથમ સાત વર્ષ સુધી ભાડે આપી શકાતા નથી. છતાં અનેક લાભાર્થીઓ નિયમોનો ભંગ કરીને મકાનો ભાડે આપતા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને હવે કડક અમલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Ahmedabad Housing Scheme: ત્રણ તબક્કામાં થશે કાર્યવાહી

નવા નિયમો મુજબ જો કોઈ લાભાર્થી પ્રથમ વખત મકાન ભાડે આપતો ઝડપાશે તો ઓછામાં ઓછો ₹50 હજારનો દંડ ફટકારવામાં આવશે અને સંબંધિત મકાન 90 દિવસ માટે સીલ કરવામાં આવશે.

જો 90 દિવસ પૂર્ણ થયા બાદ પણ ફરીથી તે જ મકાન ભાડે આપેલું હોવાનું સામે આવશે તો ₹1 લાખનો દંડ વસૂલવામાં આવશે.

અને જો ત્રીજી વખત પણ નિયમોનો ભંગ થશે તો AMC સીટી સિવિલ કોર્ટમાં કાર્યવાહી કરીને લાભાર્થીના મકાનના દસ્તાવેજ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.

હાઉસિંગ કમિટીએ કેમ લીધો નિર્ણય?

હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહના જણાવ્યા મુજબ EWS અને LIG આવાસો જરૂરિયાતમંદ પરિવારોને ડ્રો દ્વારા ફાળવવામાં આવે છે. આવા મકાનો (Ahmedabad Housing Scheme)નો હેતુ લાભાર્થી પોતે તેમાં રહેવાનો હોય છે, પરંતુ કેટલાક લોકો આ મકાનો ભાડે આપીને યોજનાના મૂળ હેતુને નુકસાન પહોંચાડે છે. પરિણામે સાચા લાભાર્થીને બદલે અન્ય લોકો તેમાં રહેતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ગેરકાયદે કબજેદારો સામે પણ કાર્યવાહી

AMCએ આવાસ યોજનાના મકાનો (Ahmedabad Housing Scheme)માં ગેરકાયદેસર કબજો જમાવનારાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. 13 જુલાઈ, 2026ના રોજ કોર્પોરેશને પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આવાસ યોજનાના મકાનમાં ગેરકાયદે કબજો કરનાર વ્યક્તિ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

વધુ આવાસો બનાવવાની યોજના

AMCએ અગાઉ ઓક્ટોબર 2025માં શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે 10 હજારથી વધુ નવા આવાસો બનાવવાની યોજના જાહેર કરી હતી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં EWS વર્ગ માટે અંદાજે ₹7 લાખની કિંમતના મકાનો તેમજ LIG વર્ગ માટે 2BHK આવાસ અંદાજે ₹28થી ₹30 લાખની કિંમતે ઉપલબ્ધ કરાવવાની યોજના છે. સાથે જ જૂના અને જર્જરિત આવાસોનું રીડેવલપમેન્ટ પણ કરવામાં આવશે.AMCના આ નવા નિર્ણયનો મુખ્ય હેતુ આવાસ યોજનાના લાભો માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ પહોંચે અને સરકારી યોજનાઓનો દુરુપયોગ અટકાવી શકાય તેવો છે.


આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને રૂ. ૫૦,૦૦૦ની સ્ટેટ ટોપ-અપ સહાય

આ પણ વાંચો:નપાના આવાસ યોજના વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિના બેનરો લગાવી મેનેજરે આપી ચેતવણી!

આ પણ વાંચો:PMના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ !