india news/ FSSAIનો મોટો નિર્ણય: Pepsi, Red Bull સહિતની બ્રાન્ડ્સને ‘Energy Drink’ શબ્દ હટાવવા આદેશ

Energy Drink Rules (Energy Drink) હેઠળ FSSAIએ Pepsi, Red Bull સહિત અનેક કંપનીઓને 90 દિવસમાં પ્રોડક્ટના લેબલ પરથી ‘Energy Drink’ શબ્દ દૂર કરવાનો આદેશ આપ્યો છે.

India Breaking News
Energy Drink

India News: એનર્જી ડ્રિંક્સને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ મોટો નિર્ણય લીધો છે. Pepsi, રે઼ડ બુલ, Monster, Reliance અને Hell Energy સહિતના બ્રાન્ડ્સને તેમના ઉત્પાદનોના લેબલ પરથી ‘Energy Drink’ શબ્દ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપનીઓને જરૂરી ફેરફારો માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Energy Drink ને લઈ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ લીધો નિર્ણય 

ફૂડ સેફ્ટી ઓથોરિટીના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં ‘Energy Drink’ તરીકે વેચાતા ઉત્પાદનો માટે કોઈ સત્તાવાર ધોરણ (સ્ટાન્ડર્ડ) નક્કી કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ઉત્પાદનો પર ‘એનર્જી ડ્રિંક્સ’ લખવાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નિયમનકારનું માનવું છે કે આવા ઉત્પાદનો શરીર અને મનને તરત ઊર્જા આપે છે અથવા સામાન્ય નબળાઈ દૂર કરે છે જેવા દાવા ભ્રામક બની શકે છે.

Pepsi, Red Bull સહિત અનેક બ્રાન્ડ્સને 90 દિવસની મુદત

ફૂડ સેફ્ટી ઓથોરિટીએ પેપ્સી, Red Bull, Monster Beverage, Reliance અને Hell Energy સહિતની કંપનીઓને 90 દિવસની અંદર તેમના તમામ પ્રોડક્ટ્સના લેબલમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીઓએ હવે “એનર્જી ડ્રિંક્સ” અને તેના જેવા અન્ય શબ્દો પણ લેબલ પરથી દૂર કરવા પડશે.

કંપનીને આપત્તિ છતાં ફૂડ સેફ્ટી ઓથોરિટી નિર્ણય પર અડગ

રિપોર્ટ મુજબ, ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની બેઠક દરમિયાન ફૂડ સેફ્ટી ઓથોરિટીના CEO રાજિત પુન્હાનીએ સ્પષ્ટ કર્યું કે જો કંપનીઓ આ નિર્ણયથી અસહમત હોય તો તેઓ કોર્ટમાં પડકાર આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બાદમાં કંપનીઓએ નવા નિયમોનું પાલન કરવા માટે સંમતિ આપી હતી.

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે એનર્જી ડ્રિંક માર્કેટ

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં એનર્જી ડ્રિંક્સનું બજાર ઝડપથી વિકસ્યું છે. ખાસ કરીને 2017માં પેપ્સી દ્વારા Sting લોન્ચ થયા બાદ યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા પીણાંની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. ફૂડ સેફ્ટી ઓથોરિટીના નવા નિર્ણયથી હવે કંપનીઓને પોતાના માર્કેટિંગ અને પ્રોડક્ટ લેબલિંગમાં મોટા ફેરફારો કરવા પડશે.


આ પણ વાંચો: તમારા જીવનભર ફિટ રહેવા માટે દરરોજ આ 3 સુપર ડ્રિંક્સ પીવો! તમને ઘણા ફાયદા થશે

આ પણ વાંચો: શરીરને તાજગી આપતું એનર્જી ડ્રીંક બની શકે છે અનિદ્રાનું કારણ, Researchમાં સામે આવ્યું તારણ

આ પણ વાંચો: ઈન્સટન્ટ એનર્જી ડ્રિંક પીવા કેટલા ફાયદકારક છે? બજારોમાં થઈ રહ્યું છે સતત વેચાણ