Chotaudepur news/ છોટાઉદેપુર-દાહોદના જંગલમાં વાઘની હાજરીની પુષ્ટિ, 17 મહિનાથી વન વિભાગની નજર

Gujarat Tiger: છોટાઉદેપુર અને દાહોદના જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી નર વાઘની હાજરીની વન વિભાગે પુષ્ટિ કરી છે. કેમેરા ટ્રેપિંગથી વાઘની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

Top Stories Gujarat
Gujarat Tiger: જંગલમાં ફરી વાઘની દહાડ

Chota Udepur News: ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાં છેલ્લા 17 મહિનાથી એક નર વાઘની હાજરી (Gujarat Tiger)હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. વન વિભાગના જણાવ્યા મુજબ વાઘ બંને જિલ્લાની સરહદી જંગલ પટ્ટીમાં સતત મુવમેન્ટ કરી રહ્યો છે અને તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Gujarat Tiger: 120 કિલોમીટર વિસ્તારમાં વાઘની મુવમેન્ટ

વન વિભાગના (Gujarat Forest Department) અહેવાલ પ્રમાણે દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટરના વિસ્તારમાં આ નર વાઘની અવરજવર નોંધાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ, રતનમહાલ, કેવડી અને કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં તેની હાજરી જોવા મળી છે.

રતનમહાલ વિસ્તારમાં 2025માં જોવા મળ્યો હતો વાઘ

Gujarat Tiger: જંગલમાં ફરી વાઘની દહાડ

છોટાઉદેપુરના રતનમહાલ (Ratanmahal) વિસ્તારમાં 22 એપ્રિલ 2025ના રોજ આ વાઘ પ્રત્યક્ષ રીતે જોવા મળ્યો હતો. ત્યારબાદ વન વિભાગે તેની હિલચાલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં તેની હાજરીને ટ્રેક કરવામાં આવી રહી છે.

કેમેરા ટ્રેપિંગથી થઈ રહી છે સતત દેખરેખ

ચોમાસાની ઋતુ દરમિયાન ગાઢ જંગલોમાં વાઘનું મોનિટરિંગ કરવું પડકારજનક બની રહ્યું છે. તેમ છતાં વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપિંગ ટેક્નોલોજીની મદદથી વાઘની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

ગામ લોકોને સાવચેતી રાખવા અપીલ

વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જંગલ નજીકના ગામોના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં ન જવા અને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરાનો કહેર! વઘુ એક બાળકના મોતથી ચિંતા વધી, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો

આ પણ વાંચો: દુષ્કર્મ પીડિત સગીરાને હાઇકોર્ટની મોટી રાહત! 22 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી

આ પણ વાંચો: NEP-2020માં ગુજરાતની મોટી સિદ્ધિ: ડિજિટલ પ્રગતિ પત્રકમાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું