Not Set/ રાહુલ ગાંધીએ પૂછ્યું – “જામિયામાં ફાયરિંગ કરનાર વ્યક્તિને પૈસા કોણે આપ્યા?”

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જામિયા મીલીયા ઇસ્લામિયામાં સુધારેલા નાગરિકત્વ કાયદા (સીએએ) ના વિરોધમાં લોકો પર ગોળીબાર કરવાની ઘટના પર સવાલ ઉઠાતા પુછ્યું છે કે, બંદૂકધારીને પૈસા કોણે આપ્યા હતા? જ્યારે ગુરુવારે #CAA વિરોધમાં શાંતિથી કુચ કરી રહેલા વિદ્યાર્થી પર જામિયામાં ફાયરીંગની ઘટના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “તેને પૈસા કોણે આપ્યા?” […]

Top Stories India

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે જામિયા મીલીયા ઇસ્લામિયામાં સુધારેલા નાગરિકત્વ કાયદા (સીએએ) ના વિરોધમાં લોકો પર ગોળીબાર કરવાની ઘટના પર સવાલ ઉઠાતા પુછ્યું છે કે, બંદૂકધારીને પૈસા કોણે આપ્યા હતા? જ્યારે ગુરુવારે #CAA વિરોધમાં શાંતિથી કુચ કરી રહેલા વિદ્યાર્થી પર જામિયામાં ફાયરીંગની ઘટના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “તેને પૈસા કોણે આપ્યા?”

નોંધપાત્ર વાત એ છે કે, જામિયા મીલીયામાં ગુરુવારે સીએએનો વિરોધ કરી રહેલી યુલકોને ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં ફાયરિંગ કર્યા બાદ ફાયરીંગ કરનાર “લ્યો લઇ લો સ્વતંત્રતા” એમ કહેતા પણ સંભળવામાં આવ્યો હતો. જો કે, ત્યાં હાજર પોલીસ દ્વારા થોડી વારમાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ બજેટ સત્ર દરમિયાન સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતાં પૂછ્યું હતું કે- જામિયા શૂટરને પૈસા કોણે આપ્યા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.