Business News/ શેરબજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે: આઈટી શેરોમાં વિસ્ફોટક તેજીથી મિનિટોમાં કરોડની કમાણી

બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર (stock market)માં જોરદાર તેજી જોવા મળી છે. IT સેક્ટરના શેરોમાં આવેલી રેલીના કારણે સેન્સેક્સ 790 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જેનાથી રોકાણકારોને મિનિટોમાં 3.90 લાખ કરોડનો ફાયદો થયો છે.

Business Trending
Diwali for stock market investors

ભારતીય શેરબજાર  (stock market )માં બુધવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં મિનિટોમાં મોટો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા છતાં ભારતીય બજારે મજબૂત લડત આપી છે. BSE સેન્સેક્સ 790 પોઈન્ટથી વધુના વધારા સાથે 77,559.48 ની સપાટી વટાવી ગયો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 24,000 નો માનસિક આંકડો પાર કરીને 24,200 ની નજીક પહોંચી ગયો હતો. આ તેજી પાછળ મુખ્યત્વે આઈટી (IT) સેક્ટરના શેરોમાં આવેલી નિર્ધારિત ખરીદી જવાબદાર છે.

BSE માર્કેટ કેપમાં મોટો ઉછાળો

બજારની આ તેજીથી રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો નોંધાયો છે. મંગળવારે ટ્રેડિંગ સેશનના અંતે BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 4.79 લાખ કરોડની આસપાસ હતું, જે બુધવારના શરૂઆતના કારોબારમાં જ વધીને 4.83 લાખ કરોડથી વધુ થઈ ગયું હતું. આમ, ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોએ 3.90 લાખ કરોડથી વધુનો આંકડો કમાઈ લીધો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીના મહત્વપૂર્ણ આંકડા

ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 793.56 પોઈન્ટના વધારા સાથે 77,559.48 ની ઊંચાઈએ પહોંચ્યો હતો. સવારે 9:35 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 77,496 પર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ઇન્ડેક્સ પણ 215 પોઈન્ટથી વધુ ઊંચકાઈને 24,203.20 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારની શરૂઆતથી જ બુલ્સનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

IT અને બેન્કિંગ શેરોમાં જબરદસ્ત તેજી

બજારને ઉપાડવામાં મુખ્યત્વે IT કંપનીઓનો સિંહફાળો રહ્યો હતો. ઇન્ફોસિસ (Infosys) ના શેરમાં 3.50% થી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે TCS 2.50% થી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. તે સિવાય ટેક મહિન્દ્રા, HCL ટેક, અને L&T માં પણ 1.50% થી 3% સુધીનો સુધારો જોવા મળ્યો હતો. FMCG ક્ષેત્રે HUL ના શેરમાં 3% નો વધારો થયો હતો, જ્યારે HDFC બેંક, આઇશર મોટર્સ, અને ભારતી એરટેલ પણ તેજી સાથે કારોબાર કરતા નજરે પડ્યા હતા.


આ પણ વાંચો :Amazon-ફ્લિપકાર્ટમાં Freedom Saleની જાહેરાત: સ્માર્ટફોનથી લઈને AC, TV અને ફ્રિજ સુધી મળશે જોરદાર ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો :ચાંદીમાં રૂપિયા 2,200થી વધુનો ઉછાળો, સોનાનો ભાવ રૂપિયા 1.44 લાખને પાર; રોકાણકારોમાં ફરી તેજીનો માહોલ

આ પણ વાંચો :ભારતીય બજારમાં ફંડ એકત્રીકરણનો નવો ઈતિહાસ: જૂનમાં રૂ. 3.15 લાખ કરોડ એકત્ર