Jetpur News: જેતપરમાં ચાલી રહેલી ઉપવાસ છાવણીમાંથી ફરી એકવાર આંદોલન (Jetpur Protest)ના નેતા કારૂ કાકાએ તંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સરકાર અને સ્થાનિક તંત્રને ચેતવણી આપતા કહ્યું છે કે વરસાદ પૂર્ણ થયા બાદ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
કારૂ કાકાએ ઉપવાસ છાવણીમાંથી સંબોધન કરતા જણાવ્યું કે, જેતપરમાં મોટાપાયે લોકો એકત્રિત કરવામાં આવશે અને જરૂર પડશે તો લાખોની સંખ્યામાં લોકો સાથે આંદોલન (Jetpur Protest) કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલનને આગળ વધારવામાં આવી રહ્યું છે, પરંતુ વરસાદ બાદ તંત્ર સામે લડત વધુ તેજ કરવામાં આવશે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, જેતપરમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેના કારણે લોકોના એકત્ર થવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. કારૂ કાકાએ કહ્યું કે, લોકોના પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરાયેલ આ આંદોલન (Jetpur Protest)ને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Jetpur Protestમાંથી કારૂ કાકાની ચીમ
કારૂ કાકાએ જણાવ્યું કે, “વરસાદ રહેવા દો, ત્યારબાદ ખરપિયા ઉપાડશું.” તેમણે તંત્રને સીધી ચીમકી આપતા કહ્યું કે હવે તંત્રએ નક્કી કરવાનું છે કે આગળ શું પગલાં લેવા.
હાલ જેતપરની ઉપવાસ છાવણીમાં ચાલી રહેલા આંદોલનને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા વધી રહી છે. આગામી દિવસોમાં વરસાદ બાદ આંદોલન (Jetpur Protest) કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:મોરબીના જેતપર સત્યાગ્રહને મહેન્દ્રનગરના 400 લોકોનું સમર્થન, રામધુન સાથે ખેડૂતોની લડતને મળ્યો વધુ બળ
આ પણ વાંચો:મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો અડગ, MRC કમિટીમાં જોડાવાનો ઇનકાર
