Delhi News/ દિલ્હી ખાતેના પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા દિલ્હી પોલીસકર્મીઓના પરિવારની વ્યથા, ‘હેલ્મેટ ન હોત તો પપ્પાનો જીવ ગયો હોત’

દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા દિલ્હી પોલીસકર્મીઓના પરિવારજનો પ્રથમ વખત સામે આવ્યા છે. તેમણે પોલીસ પર થયેલા હુમલાની વ્યથા વ્યક્ત કરી અને ન્યાયની માંગ ઉઠાવી.

India Breaking News
Delhi Police

New Delhi News :  નીટ પેપર લીંકના વિરોધમાં 20 જુલાઈએ દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન હિંસા ભડકતાં અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ (Delhi Police)કર્મીઓના પરિવારજનો પ્રથમ વખત સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે હિંસક ટોળાએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો અને જો હેલ્મેટ ન હોત તો તેમના પરિવારના સભ્યનો જીવ પણ જઈ શક્યો હોત.

20 જૂલાઈએ થેયેલા પ્રદર્શનમાં Delhi Police ના પરિવારની વેદના છલકી

પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરની પુત્રીએ જણાવ્યું કે તેમના પિતા અગાઉ ભારતીય નૌસેનામાં મરીન કમાન્ડો તરીકે 15 વર્ષ સેવા આપી ચૂક્યા છે. ઘટના (NEET Paper Leak Protest)ના દિવસે જ્યારે તેઓ રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે તેમની યુનિફોર્મ લોહીથી લથબથ હતી અને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. તેણે કહ્યું, “જો પપ્પાએ હેલ્મેટ પહેર્યું ન હોત તો કદાચ આજે તેઓ અમારી વચ્ચે ન હોત.”

વિરોધ પ્રદર્શનમાં અસામાજિક તત્વો ઘૂસ્યાનો આરોપ

પુત્રીના જણાવ્યા અનુસાર તેમના પિતા જંતર-મંતર ખાતે બેરિકેડ્સ પાસે સૌથી આગળ ફરજ પર હતા. તેમણે ઘરે આવીને કહ્યું હતું કે શરૂઆતમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હતું, પરંતુ બાદમાં તેમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા. પરિવારનો આરોપ છે કે 25 જુલાઈએ ઉગ્ર ટોળા (Protest Violence)એ તેમના પિતાને ખેંચીને મંચ પાસે લઈ જઈ ગંભીર રીતે માર માર્યો હતો. તેઓ ચાર કલાક સુધી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બેભાન રહ્યા હતા. ત્યારબાદ તેમના સાથી પોલીસકર્મીઓ તેમને ઘરે લઈને આવ્યા હતા.

પોલીસ પરિવારની ન્યાય માટેની માગ

પુત્રીએ જણાવ્યું કે જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ જોઈ ત્યારે તેના પિતાને જ આરોપી તરીકે દર્શાવવામાં આવી રહ્યા હતા. આથી પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. તેણે કહ્યું કે હુમલો કરનારાઓ પોતાની સામેના આરોપોથી બચવા માટે કોર્ટમાં જઈ રહ્યા છે અને પોલીસકર્મીઓ સામે ફરિયાદો કરી રહ્યા છે. આ પછી પરિવારે પણ ન્યાય મેળવવાનો નિર્ણય લીધો અને અન્ય પોલીસકર્મીઓના પરિવારજનો સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે વકીલનો સંપર્ક કર્યો.

ACPની પત્નીએ પણ વ્યક્ત કરી પીડા

દિલ્હી પોલીસના એક ACPની પત્નીએ પણ જણાવ્યું કે 20 જુલાઈની મોડી રાત્રે જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે આવ્યા ત્યારે તે ક્ષણ તેમના અને તેમની બે વર્ષની દીકરી માટે ખૂબ જ આઘાતજનક હતી. તેમણે જણાવ્યું કે માત્ર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ તેમના પરિવારજનો પણ આવી હિંસક ઘટનાઓનો માનસિક આઘાત સહન કરે છે. તેમણે પોલીસકર્મીઓની સુરક્ષા અને તેમના પરિવાર માટે ન્યાયની માંગ કરી હતી.

આ ઘટના બાદ પોલીસકર્મીઓના પરિવારો (Police Family)એ હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી ચાલુ છે અને વિવિધ પક્ષો પોતાના દાવા તથા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી રહ્યા છે.


આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં હિંસા, 118થી વધુ પોલીસકર્મી ઘાયલ; 70 પ્રદર્શનકારીઓની અટકાયત

આ પણ વાંચો: વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

આ પણ વાંચો: શિક્ષણમંત્રી રાજીનામું ન આપે તો બેઠકનો કોઈ અર્થ નથી: CJP, જંતર-મંતર પર પોલીસનો કડક બંદોબસ્ત; ત્રીજી બેઠક પર સૌની નજર