World News/ ગ્લાસગોમાં ગુજરાતને મળશે ખાસ ટ્રિબ્યુટ! કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં અમદાવાદ 2030ની થશે ભવ્ય જાહેરાત

અમદાવાદ Commonwealth Games 2030 ની સત્તાવાર શરૂઆત ગ્લાસગોની ક્લોઝિંગ સેરેમનીથી થશે. શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી ગુજરાતને સમર્પિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

World Ahmedabad Gujarat Breaking News
Commonwealth Games 2030

World News:  અમદાવાદમાં યોજાનાર Commonwealth Games  2030 માટે ભારતની ઐતિહાસિક યાત્રાની સત્તાવાર શરૂઆત 2 ઓગસ્ટે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીથી થશે. આ પ્રસંગે સ્કોટલેન્ડ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપશે અને અમદાવાદ 2030ની યજમાનીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતને વિશેષ ટ્રિબ્યુટ આપવામાં આવશે, જેમાં શંકર મહાદેવન, ભૂમિ ત્રિવેદી અને માનુષી છિલ્લર સહિતના જાણીતા કલાકારો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

Commonwealth Games  2030 ની યજમાનીની સત્તાવાર શરૂઆત

અમદાવાદ માટેનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ ગ્લાસગોની ક્લોઝિંગ સેરેમનીમાં જોવા મળશે. સ્કોટલેન્ડ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપશે, જે સાથે 2030ની 100મી આવૃત્તિની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને મળશે. આ ‘ઇન્ડિયા હેન્ડઓવર સેગમેન્ટ’ લગભગ 20 મિનિટનો રહેશે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાનો સંગમ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ અમદાવાદ 2030 માટે વૈશ્વિક સ્તરે પ્રથમ સાંસ્કૃતિક રજૂઆત પણ બનશે.

ત્રણ ભાગમાં ભારતની સંસ્કૃતિ અને ગુજરાતની ઓળખ રજૂ થશે

ભારતનો સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રણ અલગ ભાગમાં રજૂ કરવામાં આવશે. પ્રથમ ભાગમાં વંદે માતરમ (Vande Mataram) ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થશે. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર વિશાળ ડાન્સ પ્રસ્તુતિનું નેતૃત્વ કરશે. બીજા ભાગમાં ભારતીય સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપર રોસ એન્સલી વચ્ચેનું અનોખું સંગીતમય ફ્યુઝન રજૂ થશે. આ પ્રસ્તુતિ ગ્લાસગોથી અમદાવાદ સુધીની યજમાનીના પરિવર્તનનું પ્રતીક બનશે.

શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદી ગુજરાતને આપશે સંગીતમય ટ્રિબ્યુટ

અંતિમ અને સૌથી ખાસ સેગમેન્ટ ગુજરાતને સમર્પિત રહેશે. પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan) તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. તેમની સાથે ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી (Bhumi Trivedi) પણ ખાસ રજૂઆત કરશે. આ પ્રસ્તુતિમાં ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ, સંગીત અને પરંપરાને આધુનિક ટેક્નોલોજી, ભવ્ય કોરિયોગ્રાફી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સેગમેન્ટ અમદાવાદ 2030ની ઝલક તરીકે જોવામાં આવી રહ્યો છે.

ભારત બીજી વખત બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન

અમદાવાદને નવેમ્બર મહિનામાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન શહેર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. નવી દિલ્હી (New Delhi)માં 2010 બાદ ભારત બીજી વખત આ પ્રતિષ્ઠિત રમતોનું આયોજન કરશે. ખાસ વાત એ છે કે 2030ની આવૃત્તિ કોમનવેલ્થ ગેમ્સની 100મી આવૃત્તિ હશે. દિલ્હી 2010માં ભારતે 38 ગોલ્ડ સહિત કુલ 101 મેડલ જીતીને મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું હતું. હવે અમદાવાદ 2030માં ભારત વધુ ભવ્ય આયોજન અને વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ સાથે નવી છાપ છોડવાની તૈયારીમાં છે.


આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની ગોલ્ડ પર નજર, 10 ભારતીય બોક્સર ફાઇનલમાં; આજે 10 ગોલ્ડ મેડલ દાવ પર

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને

આ પણ વાંચો:કોણ છે યશવીર સિંહ? કોમનવેલ્થ ગેમ્સ 2026માં જેવલિન થ્રોમાં બ્રોન્ઝ જીતનાર ભારતનો નવો સ્ટાર