Valsad News: વલસાડ જિલ્લાના વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદીના ડૂબાઉ કોઝવે (Causeway Repair)ને ભારે વરસાદના કારણે ફરી નુકસાન પહોંચતા માર્ગ અને મકાન વિભાગે સમારકામની કામગીરી ઝડપી બનાવી છે. માર્ગને શક્ય તેટલી વહેલી તકે વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરવા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.હાલમાં સ્થળ પર 10 અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આશરે 75 શ્રમિકો અને ભારે મશીનરીની મદદથી કોઝવે તેમજ એપ્રોચ રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
Causeway Repair: ભારે વરસાદથી બીજી વખત ધોવાણ
23 જુલાઈએ પડેલા અતિભારે વરસાદ બાદ કિલોમીટર 2/0થી 16/0 સુધીના માર્ગ પર આવેલા ઔરંગા નદીના ડૂબાઉ કોઝવેના એપ્રોચ અને સપાટીનું ભારે ધોવાણ થયું હતું. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક સમારકામ હાથ ધરી માત્ર ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી હતી અને 26 જુલાઈએ માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.પરંતુ 31 જુલાઈએ ફરી ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. કોઝવે (Causeway Repair) ઉપરથી પાણી વહેતાં ઓવરટોપિંગની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે એપ્રોચ રોડને ફરી નુકસાન પહોંચ્યું અને માર્ગ ફરી બંધ કરવાની ફરજ પડી.

75 શ્રમિકો અને ભારે મશીનરી કામગીરીમાં
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ સમારકામ માટે વિશાળ માનવબળ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. કાર્યમાં સામેલ સંસાધનોમાં 10 વિશેષ ટીમો ,75 શ્રમિકો ,11 JCB મશીન, 5 ટ્રેક્ટર અને 2 ડમ્પર આ ઉપરાંત કોઝવે (Causeway Repair) અને સીડી વર્ક્સના સમારકામને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં વરસાદ દરમિયાન માર્ગ વધુ સુરક્ષિત રહી શકે.
માર્ગ વહેલી તકે શરૂ કરવાનો પ્રયાસ
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમારકામની કામગીરી સતત ચાલી રહી છે અને માર્ગને સુરક્ષિત બનાવી શક્ય તેટલી વહેલી તકે જનતા માટે ફરી ખુલ્લો મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:પાટણ નગરપાલિકા પર ખાનગી જમીન પર રોડ બનાવવાનો આરોપ, ₹8-9 લાખના ખર્ચના કામની તપાસની માગ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ, અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ
