Gujarat monsoon 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
મોરબી જિલ્લામાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું. મોરબી તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી-પાણી થયા હતા. જ્યારે ટંકારામાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના તિકળવાડા વિસ્તારમાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 11 જેટલા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 80થી વધુ તાલુકામાં 1થી 3 ઇંચ વચ્ચે વરસાદ થયો છે. વરસાદ વિસ્તારોમાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: દેશભરમાં વરસાદનો કહેર: ગુજરાતથી કાશ્મીર સુધી પૂર-ભૂસ્ખલનથી હાલત બેકાબૂ, અનેક રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં કરુણ અકસ્માત! તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત, બે દિવસમાં બીજી દુર્ઘટનાથી ચકચાર
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી, રસ્તા બંધ
