sports news/ કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ; અમદાવાદને સોંપાશે 2030ની યજમાની, ભારતની નજર મેડલ પર

કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) 2026 ના અંતિમ દિવસે જુડો અને સાયક્લિંગમાં ભારતની અગ્નિપરીક્ષા છે. ગ્લાસગોમાં સમાપન સમારોહ દરમિયાન અમદાવાદને 2030 ગેમ્સની યજમાની સોંપવામાં આવશે.

Trending Sports
Commonwealth Games

Commonwealth Games 2026 Final Day Updates: કોમનવેલ્થ ગેમ્સ 2026 નો આજે (11 ઓગસ્ટ) આખરી દિવસ છે અને ભારતીય દળ પાસે પોતાના અભિયાનનો શાનદાર અંત લાવવાની સોનેરી તક છે. અગાઉના દિવસોમાં ભારતીય ખેલાડીઓએ પદોડોની ઝડી લગાવી હતી, જેમાં ખાસ કરીને બોક્સરોનું શાનદાર પ્રદર્શન બાદ ભારતની કુલ પદક સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. આજના દિવસે ભારતનું મુખ્ય ધ્યાન જુડો અને સાયક્લિંગ જેવી સ્પર્ધાઓ પર રહેશે.

Commonwealth Games ના 11મા દિવસે ભારતનું શેડ્યૂલ

જુડો સ્પર્ધાઓ:

મહિલાઓના -78kg વર્ગમાં ઇશરૂપ નારંગ (બપોરે 2:30 વાગ્યે) નોકોલ વુડ સામે ટકરાશે.

પુરુષોના -100kg વર્ગમાં અવતારસિંહ અને +100kg વર્ગમાં યશ ઘંગસ પણ મેડલ રાઉન્ડ માટે પોતાની દાવેદારી રજૂ કરશે.

ટ્રેક સાયક્લિંગ:

પુરુષોની 40km પોઈન્ટ્સ રેસમાં હર્ષવીરસિંહ  સેખોન અને દિનેશ કુમાર મેદાનમાં ઉતરશે.

પુરુષોની 1000m ટાઈમ ટ્રાયલ ફાઇનલમાં રોનાલ્ડો સિંહ લેતોનજમ (બપોરે 3:51 વાગ્યે) ભાગ લેશે.

ભારત માટે ઐતિહાસિક ક્ષણ:

ગ્લાસગોમાં યોજાનારું આ સમાપન સમારોહ ભારત માટે અત્યંત ગર્વ અને ઐતિહાસિક ક્ષણ સાબિત થશે.

આ સત્તાવાર સમારોહ દરમિયાન અમદાવાદ સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની જવાબદારી સંભાળશે.

ગ્લાસગોથી કોમનવેલ્થ ગેમ્સનો(Commonwealth Games) ધ્વજ અને હોસ્ટ બેટન અમદાવાદને સોંપવામાં આવશે, જેની સાથે જ ભારત 2030ના મહાકુંભના ભવ્ય આયોજનની ઔપચારિક શરૂઆત કરશે.

મેડલ ટેલીમાં ભારતની સ્થિતિ

વર્તમાન મેડલ ટેલી મુજબ ઓસ્ટ્રેલિયા 158 મેડલ સાથે મોખરે છે, જ્યારે ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. આજે અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ(Commonwealth Games) વધુ મેડલ જીતીને અભિયાનને યાદગાર બનાવવા મેદાનમાં ઉતરશે.


આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની શાનદાર ઉડાન: શર્મિલા ગોલ્ડ, સર્વેશનો ઐતિહાસિક સિલ્વર