Gujarat News/ ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Rain Forecast

Gujarat Top Stories Trending
Rain Forecast: ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે

Gujarat Weather News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ બાદ હવે હવામાનમાં ધીમે-ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ લાવતી (Rain Forecast) સાયક્લોનિક સિસ્ટમ નબળી પડતાં આગામી દિવસોમાં ભારે વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Rain Forecast: ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે

Rain Forecast: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર (Yellow Alert)  કર્યું છે. આ વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદના ઝાપટાં પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

સાયક્લોનિક સિસ્ટમ નબળી પડતાં વરસાદમાં ઘટાડો

Rain Forecast: ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે Rain Forecast: ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડતાં ભારે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. તેમ છતાં આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ

દરિયામાં પવનની ગતિ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે (IMD Gujarat) માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સામાન્ય કરતાં 21 ટકા વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સીઝનનો સરેરાશ કરતાં અંદાજે 21 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં નદીઓ, ડેમો અને જળાશયો છલકાયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા ઓછી હોવા છતાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત! ક્યાંક પૂર તો ક્યાંક તૂટ્યા પુલ-રસ્તા, કરોડોના વિકાસકામ પણ ધોવાયા

આ પણ વાંચો: ભારે વરસાદથી જસમતપર ગામ પર સંકટ, પાળો તૂટવાની ભીતિ વચ્ચે ગામલોકો બન્યા ઢાલ

આ પણ વાંચો: મોરબીના માળિયા મિયાણામાં વોકરાના પાણીમાં તણાતા યુવકનું મોત