Gujarat Monsoon Update/ ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat Monsoon Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

Top Stories Gujarat
Gujarat Monsoon

Gujarat Monsoon Update: રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. જેમાં કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.


આ પણ વાંચો: વરસાદે વિકાસકામોની પોલ ખોલી! ક્યાંક રસ્તો ધસી પડ્યો, ક્યાંક ડ્રેનેજના અભાવે ખેડૂતોમાં આક્રોશ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો ડબલ એટેક! ક્યાંક કેમિકલયુક્ત પાણીથી હોબાળો, ક્યાંક પુલ-કેનાલ તૂટી… ગામો સંપર્કવિહોણા બન્યા

આ પણ વાંચો: ગુજરાતમાં હવે વરસાદનો જોર ઘટશે! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી