Entertainment News : નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ‘ધ પેરાડાઇઝ’ (The Paradise) માંથી બહુચર્ચિત એક્ટર રાઘવ જુયાલ (Raghav Juyal )નો ફર્સ્ટ લુક સામે આવતા જ સિનેમાપ્રેમીઓમાં રોમાંચ બેગણો થઈ ગયો છે. ફિલ્મ ‘દસરા’ (Dussehra)ની ઐતિહાસિક સફળતા બાદ ડિરેક્ટર શ્રીકાંત ઓડેલા અને નાનીની જોડી ફરી એકવાર મોટા પડદે મોટો ધમાકો કરવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ એક્શન ડ્રામામાં રાઘવ જુયાલ ‘વિક્રમ મલિક’ (Vikram Malik)નામના એક અત્યંત પ્રભાવશાળી અને આક્રમક પાત્રમાં જોવા મળશે.
‘વિક્રમ મલિક’ના ડરામણા અને પાવરફુલ લુકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ
મેકર્સ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સ્પેશિયલ વીડિયો ગ્લિમ્પ્સમાં રાઘવ જુયાલ અત્યાર સુધીના સૌથી ખતરનાક અને અલગ રોલમાં નજરે પડે છે. ક્રોધ, પાવર અને રફ અંદાજથી ભરેલા આ લુકમાં તેની એન્ટ્રી કોઈ તોફાનથી કમ નથી લાગતી. દમદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને રાઘવની શાનદાર સ્ક્રીન પ્રેઝન્સે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. સ્ક્રીન પર જ્યારે તે નેચરલ સ્ટાર (Natural Star)નાની સામે ટકરાશે ત્યારે ટક્કર જોવા જેવી બનશે.
સાઉથમાં રાઘવ જુયાલનો સૌથી મોટો પ્રોજેક્ટ
આ ફિલ્મમાં વિક્રમ મલિકનું પાત્ર કથાના મુખ્ય કેન્દ્રબિંદુઓમાંથી એક માનવામાં આવી રહ્યું છે. હિન્દી સિનેમા (Hindi cinema)માં પોતાના અભિનયનો ડંકો વાગડ્યા બાદ રાઘવ માટે સાઉથ ઇન્ડસ્ટ્રી (South Indian film industry)માં આ અત્યાર સુધીનો સૌથી મોટો અને પાવરફુલ બ્રેક સાબિત થશે. ફેન્સ પહેલીવાર રાઘવને આટલા ભવ્ય અને માસ અવતારમાં જોવા માટે ભારે ઉત્સુક છે.
8 ભાષાઓમાં આ દિવસે રિલીઝ થશે ‘ધ પેરાડાઇઝ’
‘SLV સિનેમાઝ’ના બેનર હેઠળ બની રહેલી આ મેગા બજેટ ફિલ્મ આગામી 21 ઓગસ્ટ 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ભારતીય અને વૈશ્વિક દર્શકો સુધી પહોંચવા માટે આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી, અંગ્રેજી અને સ્પેનિશ સહિત કુલ 8 ભાષાઓમાં એકસાથે રિલીઝ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત
આ પણ વાંચો :કોણ છે ગૌરવ મદાન? કરણ ઔજલાની હાજરીવાળા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ માં કોમેડિયને જીત્યા 1 લાખ
આ પણ વાંચો :મિત્રતાના રંગોથી ભરપૂર આ 7 ફિલ્મો તમારા BFF સાથે જરૂર જુઓ
