sports news/ પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બન્યું નંબર-1

એશિયન લેજેન્ડ્સ લીગ 2026 માં India રોયલ્સે પાકિસ્તાન પેન્થર્સને 2 વિકેટે હરાવીને સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

Sports
India number 1 after defeating Pakistan

Sport News : એશિયન લેજેન્ડ્સ લીગ 2026 ની હાઈવોલ્ટેજ મેચમાં ઇન્ડિયન રોયલ્સે પાકિસ્તાન પેન્થર્સ સામે શાનદાર વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની તાકાત બતાવી દીધી છે. પૂર્વ આંતરરાષ્ટ્રીય અને દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની બીજી સીઝનમાં ભારતીય ફ્રેન્ચાઈઝીએ સળંગ બીજી જીત નોંધાવી છે. કેપ્ટન અભિષેક જલોટાના નેતૃત્વમાં મેળવેલી આ ધમાકેદાર જીત બાદ ભારતીય ટીમ બેહતર નેટ રન રેટ (+1.032) સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ સતત બે હાર સાથે સૌથી તળિયે છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગઈ છે.

2 ઓગસ્ટે રમાયેલી રોમાંચક મેચમાં ભારતનો 2 વિકેટે વિજય

લુસાકાના લોટસ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાન પેન્થર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઇમરાન નાઝિરે 47 રન, ઇબરાર હુસૈને 39 રન અને તૌફીક ઉમરે 39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત (India )તરફથી શાદાબ જકાતી અને સુબોથ ભાટીએ 2-2 વિકેટ ઝડપી હતી. 168 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયન રોયલ્સ ટીમે 17.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી.

ઋષિ ધવન અને સુબોથ ભાટીનું વિસ્ફોટક પ્રદર્શન

ભારતની જીતમાં કેપ્ટન અભિષેક જલોટાના 30 રન ઉપરાંત ઋષિ ધવનની પચાસ અને ઓલરાઉન્ડર સુબોથ ભાટીના આક્રમક 46 રને મહત્વની ભૂમિકા ભજવી હતી. સતત બે મેચ જીતીને 4 પોઈન્ટ્સ સાથે ઇન્ડિયન રોયલ્સ પ્રથમ ક્રમે છે, જ્યારે શ્રીલંકન લાયન્સ પણ 4 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે.


આ પણ વાંચો :જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી થઈ શકે બહાર, કોણ લઈ શકે છે બુમરાહની જગ્યા? 

આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો સુવર્ણ દિવસ, એક જ દિવસે 16 મેડલ જીતી રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને