Jamnagar News/ જામનગરમાં લમ્પી રોગની આશંકા, ત્રણ ગાયોમાં લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ

Lumpy Skin Disease: જામનગરમાં ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતાં લમ્પી રોગની આશંકા વ્યક્ત થઈ છે. પશુપાલકોમાં ફફડાટ વચ્ચે તાત્કાલિક તપાસ અને સારવારની માંગ… વધુ વાંચો.

Top Stories Gujarat

Jamnagar News: જામનગર શહેરના રણજીત સાગર માર્ગ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જોવા મળતાં લમ્પી રોગની આશંકા(Lumpy Skin Disease) વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પશુપાલકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. હાલ પશુઓની તબીબી તપાસ બાદ જ રોગની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

Lumpy Skin Disease: લમ્પી રોગના સામાન્ય લક્ષણો

પશુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લમ્પી રોગથી (Lumpy Virus) અસરગ્રસ્ત પશુઓમાં શરીર પર ગાંઠો, ભારે તાવ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, પગમાં સોજો તેમજ આંખ અને નાકમાંથી પ્રવાહી નીકળવા (Cattle Disease) જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો દેખાય તો સંક્રમિત પશુને અન્ય પશુઓથી અલગ રાખીને તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

Lumpy Skin Disease: 3 ગાયોમાં લમ્પી જેવા લક્ષણો

તાત્કાલિક સારવાર અને સર્વેની માંગ

સ્થાનિક પશુપાલકોએ પશુ આરોગ્ય વિભાગને (Gujarat Animal Husbandry) ત્રણેય ગાયોની તાત્કાલિક તપાસ કરીને જરૂરી સારવાર શરૂ કરવાની માંગ કરી છે. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં સર્વે, દવાઓનો છંટકાવ અને અન્ય સાવચેતીના પગલાં ઝડપી લેવામાં આવે જેથી સંભવિત સંક્રમણને સમયસર રોકી શકાય.

મચ્છર અને માખીથી ફેલાઈ શકે છે રોગ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ લમ્પી રોગ મુખ્યત્વે મચ્છર, માખી, ઈતરડી અને અન્ય જીવજંતુઓના કરડવાથી ફેલાય છે. દૂષિત ખોરાક અથવા પાણીના સંપર્કથી પણ સંક્રમણનું જોખમ વધી શકે છે. તેથી પશુપાલકોને પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા જાળવવા, જીવજંતુ નિયંત્રણ કરવા અને શંકાસ્પદ લક્ષણો (Lumpy Disease Symptoms) દેખાય તો તરત જ પશુચિકિત્સકને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો: અમરેલીમાં દલિત સમાજના પ્રશ્ને જીગ્નેશ મેવાણીનું અલ્ટીમેટમ, 15 ઓગસ્ટે CMના કાર્યક્રમના વિરોધની ચેતવણી

આ પણ વાંચો: સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!

આ પણ વાંચો: અંગદાનમાં ગુજરાતનો દેશભરમાં ડંકો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ