Ahmedabad News/ કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો

કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ (Bhavin Rawal Missing)નો ફ્લેશ ફ્લડ બાદ પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે. આજે તેમના જન્મદિવસે પરિવાર ચિંતિત છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ અમદાવાદના Bhavin Rawal Missing, આજે જ છે જન્મદિવસ

Ahmedabad News: કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ (Bhavin Rawal Missing)નો ફ્લેશ ફ્લડની વિનાશક ઘટના બાદ સંપર્ક તૂટી ગયો છે. મૂળ વડનગરના અને હાલ અમદાવાદમાં રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા હતા. ત્યારબાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. બુધવારે નેપાળ-તિબેટ બોર્ડર નજીક અચાનક આવેલા ફ્લેશ ફ્લડ બાદ ભાવિન રાવલ અને તેમના જૂથનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેઓ ઈમિગ્રેશન પ્રક્રિયા માટે સરહદી વિસ્તારમાં પહોંચ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

Bhavin Rawal Missingની પત્ની સાથે ગઈકાલે જ થઈ હતી વાત

ભાવિન રાવલે બુધવારે પોતાની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના લોકેશન અંગે પણ પરિવારને માહિતી આપી હતી. જોકે, ત્યારબાદ અચાનક પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા તેમનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યારથી પરિવારજનોનો ભાવિન સાથે સંપર્ક થઈ શક્યો નથી. પરિવાર માટે આ સ્થિતિ વધુ ભાવુક અને ચિંતાજનક બની છે, કારણ કે આજે જ ભાવિન રાવલનો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણીના બદલે પરિવાર હાલ તેઓ સુરક્ષિત રીતે પરત મળે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે.

ત્રણ મિત્રો સાથે કૈલાશ યાત્રાએ નીકળ્યા હતા

ભાવિન રાવલ (Bhavin Rawal Missing) ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ પોતાના ત્રણ મિત્રો સાથે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. ચંદીગઢથી તેઓ નેપાળ પહોંચ્યા અને ત્યારબાદ તિબેટ બોર્ડર તરફ આગળ વધ્યા હતા. ઈમિગ્રેશનની પ્રક્રિયા માટે તેઓ સરહદી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ફ્લેશ ફ્લડની ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં સંચાર અને આવાગમન વ્યવસ્થા પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ભાવિન (Bhavin Rawal Missing) સાથે રહેલા અન્ય પ્રવાસીઓની સ્થિતિ અંગે પણ પરિવાર ચિંતિત છે.

ભાઈ ધવલ રાવલે સરકાર પાસે મદદ માગી

ભાવિન (Bhavin Rawal Missing)નો સંપર્ક તૂટ્યા બાદ તેમના ભાઈ ધવલ રાવલે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વિશેષ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો હતો. પરિવારે સમગ્ર ઘટનાની જાણ સરકારને કરી છે અને ભાવિન (Bhavin Rawal Missing) સહિત તેમની સાથેના અન્ય યાત્રીઓની માહિતી મેળવવા માટે મદદ માગી છે. પરિવારની માંગ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર નેપાળમાં આવેલા ભારતીય દૂતાવાસ તેમજ સ્થાનિક તંત્ર સાથે તાત્કાલિક સંકલન કરે અને ભાવિન તથા તેમની સાથેના પ્રવાસીઓની શોધખોળ અને બચાવ કામગીરી માટે જરૂરી પગલાં ભરે.

પરિવારની એક જ અપીલ, ભાવિન હેમખેમ પરત આવે

ફ્લેશ ફ્લડ બાદ ભાવિન (Bhavin Rawal Missing) સાથે સંપર્ક ન થતાં પરિવારજનોમાં ચિંતા સતત વધી રહી છે. ગઈકાલ સુધી ફોન પર વાત કરી રહેલા ભાવિનનો અચાનક સંપર્ક તૂટી જતાં પરિવાર માટે સ્થિતિ મુશ્કેલ બની છે. આજે તેમના જન્મદિવસે પરિવારની એક જ પ્રાર્થના છે કે ભાવિન રાવલ અને તેમની સાથેના તમામ યાત્રીઓ સુરક્ષિત હોય અને વહેલી તકે પરિવારજનો સુધી પરત પહોંચે. હાલ પરિવાર સરકાર અને સંબંધિત તંત્ર પાસેથી ભાવિનની સલામતી અંગેની સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યો છે.


આ પણ વાંચો:નેપાળ પૂરનો ખોફનાક કિસ્સો: પ્રવાસીઓને બચાવનાર ગાઈડનું મોત, મોતનો મંજર જોનાર પ્રવાસીએ કહ્યું,  ઘરે આવ્યા બાદ પણ ડર સતાવે છે

આ પણ વાંચો:નેપાળમાં કેમ આવે છે વારંવાર કુદરતી આફતો? જાણો ભૂકંપ, પૂર અને ગ્લેશિયર તૂટવાના કારણો

આ પણ વાંચો:ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ કૈલાસ યાત્રાએ, નેપાળ પૂર વચ્ચે ચાહકોને આપી મોટી માહિતી