Gujarat News: જાણીતી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) અને અશોક ચૌધરી (Ashok Chaudhary)ના પ્રેમ લગ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કિંજલ રબારી (Kinjal Rabari) નું પોલીસ સમક્ષ નિવેદન નોંધવામાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. આ નિવેદનમાં તે પોતાના નામ સહિત કેટલીક મહત્વની બાબતો અંગે પોલીસના પ્રશ્નોના જવાબ આપતી જોવા મળે છે. વાયરલ વીડિયોમાં કિંજલ પોલીસને પોતાનું પૂરું નામ ‘કિંજલ શંકરભાઈ દેસાઈ’ હોવાનું જણાવે છે. ત્યારબાદ પોલીસ કર્મચારી દ્વારા તેના હાલના નિવાસ અને પતિ સાથે રહેવા અંગે સવાલો કરવામાં આવતા કિંજલ પોતાનું વલણ સ્પષ્ટ કરતી જોવા મળે છે.
‘હું માતા-પિતાના ઘરે ખુશીથી રહું છું’: Kinjal Rabari
વાયરલ વીડિયોમાં કિંજલ જણાવે છે કે તે હાલમાં પોતાના માતા-પિતાના ઘરે રહે છે અને ત્યાં રાજી-ખુશીથી હોવાનું કહે છે. પોલીસ દ્વારા તેને પતિ સાથે જવા અંગે પૂછવામાં આવતા તે સ્પષ્ટ શબ્દોમાં કહેતી હોવાનું વીડિયોમાં જોવા મળે છે કે ‘મારે મારા પતિ સાથે નથી જવું.’ આ નિવેદન સામે આવ્યા બાદ અશોક ચૌધરી સાથેના તેના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.
‘મારા પર કોઈનું દબાણ નથી’
પોલીસ સમક્ષના કથિત નિવેદનમાં કિંજલને તેના નિર્ણય પાછળ કોઈનું દબાણ છે કે કેમ તે અંગે પણ પૂછવામાં આવ્યું હોવાનું વીડિયોમાં જોવા મળે છે. તેના જવાબમાં કિંજલ પોતાના પર કોઈ પ્રકારનું દબાણ ન હોવાનું જણાવે છે. એટલે કે, તે માતા-પિતાના ઘરે પોતાની મરજીથી રહેતી હોવાનો દાવો કરે છે અને પતિ સાથે ન જવાનો નિર્ણય પણ પોતાની ઇચ્છાથી લીધો હોવાનું વીડિયોમાં જણાવી રહી છે.
પ્રેમ લગ્નના વિવાદમાં નવો વળાંક
કિંજલ રબારી (Kinjal Rabari) અને અશોક ચૌધરીના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. હવે કિંજલ (Kinjal Rabari) નું પોલીસ સમક્ષનું કથિત નિવેદન સામે આવતા આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં કિંજલ દ્વારા કરવામાં આવેલા નિવેદનથી તેના હાલના નિર્ણય અંગે તેની સ્થિતિ સ્પષ્ટ થતી હોવાનું લાગી રહ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ અને કાયદાકીય પ્રક્રિયા અંગે સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ જ સમગ્ર મામલાની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે. હાલ કિંજલના કથિત પોલીસ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના આધારે લોકોમાં આ કેસને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:કિંજલ રબારી ક્યાં છે? અમદાવાદ પોલીસ લોકેશન શોધી રહી છે, સીનાડમાં પોલીસ પર હુમલા મામલે 10ની અટકાયત
