Surat News: સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં (Godadara Surat) રાત્રિના સમયે એક 14 વર્ષની કિશોરીને પોલીસે સમયસર બચાવી લેતાં મોટી દુર્ઘટના ટળી (Surat Minor Girl Rescue) હતી. માતા સાથે થયેલી બોલાચાલી બાદ કિશોરી ઘરના ધાબા પર પહોંચી ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતી જોઈ પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
Surat Minor Girl Rescue: પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં પહોંચી
પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ PCR-83ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસકર્મીઓએ સૌપ્રથમ કિશોરી સાથે વાતચીત શરૂ કરી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ટીમના એક સભ્યએ નજીકના મકાનની અગાશી તરફથી કિશોરી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ નાજુક બનતાં પોલીસકર્મીઓએ અત્યંત સતર્કતા સાથે કિશોરીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લઈ લીધી હતી.
PCR ટીમમાં સામેલ પોલીસકર્મીએ જણાવ્યું હતું કે રાત્રે આશરે 11:40 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી ઘટનાની માહિતી મળી હતી. માહિતી મળ્યાના ગણતરીની મિનિટોમાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. એક તરફ મહિલા પોલીસકર્મી કિશોરી સાથે સતત વાતચીત કરી રહી હતી, જ્યારે અન્ય પોલીસકર્મીએ નજીકના મકાન મારફતે ધાબા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
સમયસૂચકતાથી કિશોરીને સુરક્ષિત બચાવી
સમગ્ર ઘટનામાં પોલીસની ઝડપી કાર્યવાહી અને ટીમવર્ક સૌથી મહત્વનું સાબિત થયું હતું. કિશોરીને સુરક્ષિત રીતે નીચે લાવ્યા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યાં માતા અને પુત્રી બંને સાથે વાતચીત કરી જરૂરી સમજાવટ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ પોલીસ પહોંચી જતાં કિશોરી સુરક્ષિત રહી હતી. ત્યારબાદ તેને પરિવારજનોને સોંપવામાં આવી હતી. રાત્રિના સમયે તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાને સુરક્ષિત કરનાર PCR-83ની ટીમની કામગીરીની પરિવાર અને સ્થાનિક રહેવાસીઓએ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: લગ્નની ના પાડતા 22 વર્ષીય યુવકે ભારતીય મૂળની મહિલાને ગોળી મારી, પછી આત્મહત્યા
આ પણ વાંચો: સુરતના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી
આ પણ વાંચો: નંદની બોસમિયા કેસમાં નવો વળાંક, પરિવારે કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યા છે’; ત્રણ આરોપીઓને ફાંસીની માંગ
