Entertainment News/ ‘હનુમાન અંશ’ ફેમ અંધ ગાયક સુનીલ લોધીના જીવનમાં ચમત્કાર; સ્ટેજ પર જુબીને આપ્યો સરપ્રાઈઝ

‘હનુમાન અંશ’ ના પ્રખ્યાત ગાયક સુનીલ લોધી (Hanuman Ansh Fame Singer)નું જુબીન નૌટિયાલને મળવાનું સપનું પૂરું થયું. મુંબઈમાં લાઈવ સ્ટેજ પર જુબીનની અણધારી એન્ટ્રી અને બંનેના ડ્યુએટ ભજનનો ભાવુક કિસ્સો જાણો.

Entertainment
Hanuman Ansh Fame Singer Sunil Lodhi

Entertainment News : નીમ કરોલી બાબા પર આધારિત અને બોક્સ ઓફિસ પર 280 કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મ ‘હનુમાન અંશ'(Hanuman Ansh) ના હિટ ભજન “મૈં તેરે હી ભરોસા…” થી (Hanuman Ansh Fame Singer) રાતોરાત સ્ટાર બનેલા અંધ ગાયક સુનીલ લોધીનું નસીબ ચમકી ગયું છે. મુંબઈના એક લાઈવ પ્રોગ્રામમાં સુનીલ માટે એક એવો ચમત્કાર થયો જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

સ્ટેજ પર ભજન ગાતા સમયે જુબીન નૌટિયાલની સરપ્રાઈઝ એન્ટ્રી

બુંદેલખંડના પ્રતિભાશાળી ગાયક સુનીલ લોધીનું વર્ષો જૂનું સપનું બ્રશ ગાયક જુબીન નૌટિયાલ (Jubin Nautiyal)ને મળવાનું હતું.મુંબઈના સાઈ સ્ટુડિયોમાં જ્યારે સુનીલ સ્ટેજ પર ગાઈ રહ્યા હતા, ત્યારે જુબીન નૌટિયાલ અચાનક સ્ટેજ પર પહોંચી ગયા હતા.જુબીને સ્ટેજ પર આવીને સુનીલને ભેટી પડ્યા હતા અને તેમના હાલચાલ પૂછ્યા હતા. સુનીલ માટે આ ક્ષણ કોઈ ચમત્કારથી ઓછી નહોતી.બંને ગાયકોએ સાથે મળીને “પતા નહીં કિસ મોડ પે આકર નારાયણ મિલ જાયેંગે” ભજન ગાઈને ઉપસ્થિત તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Hanuman Ansh Fame Singer : નવું ગીત અને સરકારી સહાયની જાહેરાત

જુબીન નૌટિયાલે સુનીલ લોધી સાથે ટૂંક સમયમાં એક ઓફિશિયલ ગીત રેકોર્ડ કરવાની મોટી જાહેરાત કરી છે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ સુનીલ લોધીની આંખોની રોશની પાછી લાવવાની સારવાર માટે સરકારી સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે.સુનીલે પોતાની આ અકલ્પનીય સફળતા અને સંઘર્ષના અંતનો સંપૂર્ણ શ્રેય નીમ કરોલી બાબા અને હનુમાનજીના આશીર્વાદને આપ્યો છે.


આ પણ વાંચો :દિશા સાલિયન મોત કેસમાં CBI ની મોટી એન્ટ્રી: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ FIR દાખલ, પિતાનું નિવેદન નોંધાયું

આ પણ વાંચો :ઈમરાન ખાનની Ex-Wife જેમીમા ગોલ્ડસ્મિથે 52 વર્ષની વયે કર્યા બીજા લગ્ન; 62 વર્ષના અબજોપતિને બનાવ્યા જીવનસાથી

આ પણ વાંચો :બિગ બોસમાં ભાવુક થઈ મનોજ તિવારીની દીકરી રિતિ, કહ્યું- હંમેશાં પિતાની ઓળખનું દબાણ રહ્યું