Numerology: જેની જન્મ તારીખ 9, 18 કે 27 હોય છે એમનો મૂળાંક 9 (Mulank 9) હોય છે. એવું કહે છે કે આ મૂળાંકના લોકો જે ધારે એ મેળવીને જ રહે છે!
અંક શાસ્ત્ર અનુસાર, તમારો મૂળાંક તમારા જીવનના અનેક પાસાઓ પર ગહન અસરો કરે છે. આનાથી ન તો કેવળ તમારા વ્યક્તિત્વની જાણ થઈ શકે છે ઉપરાંત, તમારું નસીબ અને ગુણ-દોષનું જ્ઞાન પણ થાય છે. હવે તમને એ સવાલ થશે કે આખરે મૂળાંક શઈ રીતે કાઢવો? તો તમને જણાવી દઈએ કે આ ખાસ નંબર તમારી જન્મતિથિ પરથી ખબર પડે છે. દાખલા તરીકે, તમારી જન્મ તારીખ 21 હોય તો તમારો મૂળાંક 2+1=3 થશે. જેની સિંગલ ડિજીટમાં જન્મતારીખ હોય એનો જન્મ મૂળાંક એની જન્મતારીખ તો પોતે જ છે. તો ચાલો જાણીએ કે એવો કયો મૂળાંક છે જેની સાથે જોડાયેલા લોકો આર્થિક અને કેરિયરના ક્ષેત્રે નસીબવંતા પુરવાર થાય છે?

આ છે મૂળાંક 9 (Mulank 9)
તો તમને જણાવી દઈએ કે મૂળાંક 9 (Mulank 9)વાળા જાતકોને નાણાકીય અને કેરિયર (finance & Career)ના મામલે ભાગ્યશાળી માનવામાં આવેલા છે. જેની જન્મ તારીખ 9, 18 કે 27 હોય છે એમનો મૂળાંક 9 હોય છે. એવું કહે છે કે આ મૂળાંકના લોકો જે ધારે એ મેળવીને જ રહે છે! આ મૂળાંકના લોકો મહત્વાકાંક્ષી હોય છે અને કોઈ પણ કાર્ય યોજના બનાવીને કરે છે. એ કાર્યને સફળ બનાવવા માટે પોતાની પૂર્ણ તાકાત લગાવી દે છે. એમનામાં આળસ તો બિલકુલ પણ નથી હોતી! અખૂટ ઊર્જા સાથે જન્મેલા આ જાતકોની એનર્જીનું મુખ્ય કારણ એમના પર મંગળનો વિશેષ પ્રભાવ માનવામાં આવે છે.
મંગળ એમની અપાર ઊર્જાનો સ્ત્રોત
મૂળાંક 9ના સ્વામી ગ્રહ મંગળ (Mars Planet) છે જે એમને અખૂટ ઊર્જા પ્રદાન કરે છે. આ લોકો શરીર અને મગજ બંનેથી ઘણા મજબૂત હોય છે. મહેનત કરવાથી એ જરા પણ ગભરાતા નથી હોતા અને કલાકો સુધી કામ કરી શકે છે. એમની અંદર અત્યંત આત્મવિશ્વાસ જોવા મળે છે અને કોઈ પણ કાર્યને મન લગાવીને અને નિયમાનુસાર કરે છે. આ લોકો પડકારોથી ગભરાતા નથી પણ એને એક ચેલેન્જ તરીકે લઈને જીત મેળવીને જ જંપે છે!

મૂળાંક 9 વાળાની નબળાઈ
મંગળના પ્રભાવના કારણે આ લોકો ઘણા ગુસ્સાવાળા સ્વભાવ (Angry Nature) ના પણ હોય છે. જો એ પોતાની આ નબળાઈ પર ધ્યાન આપે તો એમને મોટા માણસ બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. આ લોકો ઘણા જ ઉત્તમ અને વફાદાર દોસ્ત (Loyal Friend) સાબિત થાય છે. અન્યોની મદદ માટે એ સદા તૈયાર રહે છે. એમની પર્સનાલિટી એટલી તો દમદાર હોય છે કે એ જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
