Lifestyle News : ઉનાળા કે ગરમીની સિઝનમાં એસી (AC) નો સતત વપરાશ થતો હોય ત્યારે તેનું ફિલ્ટર (AC Filter) ઝડપથી ગંદું થઈ જાય છે. ગંદા ફિલ્ટરના કારણે એસીને રૂમ ઠંડો કરવામાં વધુ સમય લાગે છે, જેનાથી વીજળીનો વપરાશ (Electricity consumption)વધે છે અને બિલ પણ વધુ આવે છે. આ સમયાંતરે ઘરમાં જ એસીનું ફિલ્ટર કેવી રીતે સાફ કરવું તે અંગેની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ રીત જાણી લો.
AC Filter : ફિલ્ટર ગંદું હોવાની કેવી રીતે ખબર પડે અને કેટલા સમયે સાફ કરવું?
જો એસી રોજના ઘણા કલાકો ચાલતું હોય અને વિસ્તારમાં ધૂળ વધુ હોય તો દર 2 થી 4 અઠવાડિયામાં એકવાર ફિલ્ટર સાફ કરવું જોઈએ.એસીમાંથી હવાનો ફ્લો નબળો પડે, રૂમ ઠંડો થવામાં વધુ સમય લાગે અથવા એસી ચાલુ થતાં જ ધૂળ જેવી વાસ આવે તો સમજી લેવું કે ફિલ્ટર સાફ કરવાનો સમય આવી ગયો છે.
AC નું ફિલ્ટર સાફ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
સૌથી પહેલાં એસી બંધ કરી તેની મુખ્ય પાવર સ્વિચ (Plug) બંધ કરી દો.એસીની આગળનું પેનલ હળવેથી ખોલીને અંદરથી ફિલ્ટર સાવધાનીપૂર્વક બહાર કાઢો.ફિલ્ટર પર જમા થયેલી સુકી ધૂળને હાથથી કે હળવા કપડાંથી સાફ કરી લો.જો ફિલ્ટર વોશેબલ હોય તો તેને વહેતા પાણી (નળના પાણી) થી ધોઈ લો. આ માટે કોઈ સખત બ્રશ કે કેમિકલનો ઉપયોગ ન કરવો.ફિલ્ટરને ધોયા પછી છાંયડામાં સંપૂર્ણપણે સુકાવા દો. ભીનું કે ભેજવાળું ફિલ્ટર ક્યારેય એસીમાં પાછું ન લગાવો.ફિલ્ટર સંપૂર્ણ સુકાઈ જાય એટલે તેને ફરી પોતાની જગ્યાએ ફિટ કરી પેનલ બંધ કરી દો.
ગંદા ફિલ્ટરથી વીજળીના બિલ પર કેવી રીતે અસર પડે છે?
જ્યારે ફિલ્ટર પર ધૂળનું જાડું પડ જામી જાય છે, ત્યારે હવા આસાનીથી પસાર થઈ શકતી નથી. પરિણામે કમ્પ્રેસર પર વધુ લોડ પડે છે અને એસીને રૂમ ઠંડો કરવામાં વધુ સમય લાગે છે.જો ફિલ્ટર સાફ કર્યા પછી પણ એસી યોગ્ય કૂલિંગ ન આપે, તો ગેસ લીકેજ કે અન્ય ટેકનિકલ ખામી હોઈ શકે છે, જેના માટે પ્રોફેશનલ સર્વિસિંગ કરાવવું જરૂરી છે.
આ પણ વાંચો :ટીવી બંધ હોવા છતાં વીજળીનું મીટર ચાલે છે? લાઈટ બિલ વધવાના આ સાચા કારણો જાણી લો
આ પણ વાંચો :ડસ્ટબીન વિષયક આ 3 ભૂલો પડી શકે છે ભારે…આવતો પૈસો રોકાઈ જાય છે!!
આ પણ વાંચો :બ્રેડ પકોડા બનાવો એર ફ્રાયરમાં…બનશે તદ્દન ક્રિસ્પી અને ટેસ્ટી…નવીન રેસિપી..!
