gurugram news/ દ્વારકા એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, ચાર મજૂરોને કારે કચડ્યા; 2ના મોત

Car Accident: ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસવે પર મરામત કામ કરી રહેલા ચાર મજૂરોને તેજ રફ્તાર કારે અફેડ્યા છે, જેમાં બે મજૂરોના કરુણ મોત થયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે.

Top Stories NATIONAL India
Car Accident

Gurugram Expressway Accident Update: ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસવે પર આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીરામ ચોક પાસે ફ્લાયઓવર પર રિપેરિંગનું કામ કરી રહેલા ચાર મજૂરોને એક પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે મજૂરો અને કારમાં સવાર દંપતીને ઈજા પહોંચી હતી.

ડિવાઇડર પર ગ્રિલ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું

મળતી માહિતી પ્રમાણે, દ્વારકા એક્સપ્રેસવે પર શ્રીરામ ચોક નજીક ડિવાઇડરને વધુ સુરક્ષિત બનાવવા માટે લોખંડની ગ્રિલ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિના સમયે ચાર મજૂરો આ કામગીરીમાં જોડાયેલા હતા. બે મજૂરો ગ્રિલને ડિવાઇડર પર પકડીને ઊભા હતા, જ્યારે અન્ય બે તેને ફિટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી તરફથી આવેલી એક ઝડપી કાર(Car Accident) સીધી કામ કરી રહેલા મજૂરો તરફ ધસી આવી હતી. ટક્કર થતાં બે મજૂરોને ગંભીર ઈજા પહોંચી અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

બચવાનો પ્રયાસ પણ કામ ન આવ્યો

અન્ય બે મજૂરોએ કારને પોતાની તરફ આવતી જોઈને બચવા માટે એક્સપ્રેસવેની(Car Accident) વચ્ચે આવેલી ગ્રીન બેલ્ટ તરફ કૂદકો માર્યો હતો. જોકે, કાર ચાલકે(Car Accident) વાહન પરનો કાબૂ ગુમાવતા કાર ગ્રીન બેલ્ટમાં પણ ઘૂસી ગઈ હતી અને ત્યાં પહોંચેલા બંને મજૂરો પણ તેની અડફેટે આવી ગયા હતા. અકસ્મતમાં કારમાં સવાર પતિ-પત્નીને પણ ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

મૃતકોની ઓળખ થઈ

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજૂરોની ઓળખ બિજેન્દ્ર અને પપ્પુ તરીકે થઈ છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના અંધકાર અને કામના સ્થળે પૂરતી રોશની તથા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસ તપાસ શરૂ

અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ(Car Accident) માટે મોકલી દેવામાં આવ્યા છે. બજઘેડા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં કોઈની બેદરકારી સામે આવશે તો તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: ગુરુગ્રામમાં લિવ-ઇન પાર્ટનર સાથે હેવાનિયત,  સેનિટાઈઝરથી બાળી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ

આ પણ વાંચો: BMW કારની મહિલા ડ્રાઇવરની ધરપકડ, અકસ્માતમાં નાણાં મંત્રાલયના અધિકારી મોતને ભેટ્યા હતા

આ પણ વાંચો:વિનેશ ફોગટના જુલાનામાં ભાજપની જીત, ગુરુગ્રામમાં રાજ રાનીની જોરદાર લીડ…