Entertainment News/ દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી

Disha Salianના પિતા સતીષ સાલિયાને આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખને 500 કરોડ રૂપિયાની માનહાનીની કાનૂની નોટિસ મોકલી છે. 7 દિવસમાં બિનશરત માફી માંગવાની માંગ કરાઈ છે.

Trending Entertainment
Disha Salian

Disha Salian Case Update September 17, 2026: દિશા સાલિયનના મૃત્યુનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ₹500 કરોડની માનહાનિનો કાનૂની નોટિસ મોકલ્યો છે. નોટિસમાં બંને નેતાઓ પાસેથી નુકસાનની ભરપાઈ ઉપરાંત જાહેર માફીની પણ માંગ કરવામાં આવી છે. બંનેને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

પિતાએ લગાવ્યા માનહાનિના આરોપ

સતીશ સાલિયન દ્વારા મોકલવામાં આવેલા નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમની પુત્રીના મૃત્યુની સ્વતંત્ર તપાસ માટે કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી અને તેમના વલણને રાજકીય હેતુથી પ્રેરિત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. સતીશ સાલિયનનો દાવો છે કે આવા નિવેદનોથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. નોટિસમાં બંને નેતાઓ પાસેથી બિનશરતી અને જાહેર માફીની માંગ કરવામાં આવી છે.

જાહેર માફી માટે પણ કરવામાં આવી માંગ

કાનૂની નોટિસમાં માત્ર વળતરની માંગ જ નહીં, પરંતુ જાહેર માફી અંગે પણ ચોક્કસ માગણીઓ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, માફી પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સતીશ સાલિયન(Disha Salian) તરફથી બંને નેતાઓના અગાઉના નિવેદનો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

દિશાના મૃત્યુની તપાસ હવે CBI પાસે

દિશા સાલિયનના(Disha Salian) મૃત્યુ અંગેનો મામલો હવે ફરી તપાસ હેઠળ છે. તાજેતરમાં CBIએ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસમાં અગાઉના પોલીસ રેકોર્ડ, સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ સંબંધિત સામગ્રી સહિત વિવિધ પાસાઓની ફરીથી તપાસ કરવામાં આવી શકે છે. FIRમાં કેટલાક લોકોની ભૂમિકાની તપાસ કરવાની વાત પણ સામે આવી છે.

જૂની તપાસમાં શું સામે આવ્યું હતું?

દિશા સાલિયનનું(Disha Salian) 8 જૂન 2020ના રોજ મુંબઈમાં ઊંચી ઇમારત પરથી પડ્યા બાદ મૃત્યુ થયું હતું. અગાઉ મુંબઈ પોલીસે આ ઘટનાની તપાસ કરી હતી અને તેના આધારે મૃત્યુને આત્મહત્યા તરીકે ગણાવ્યું હતું. 2025માં સામે આવેલી ક્લોઝર રિપોર્ટ સંબંધિત અહેવાલોમાં પણ પોલીસે માનસિક અને વ્યક્તિગત તણાવનો ઉલ્લેખ કર્યો હતો તથા ફાઉલ પ્લેનો ઇનકાર કર્યો હતો. હવે CBIની નવી તપાસમાં અગાઉના તારણોની પણ સમીક્ષા થઈ રહી છે.

આદિત્ય ઠાકરેએ આરોપોને નકાર્યા

આદિત્ય ઠાકરેએ દિશા સાલિયન(Disha Salian) સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા કે ઓળખતા નહોતા અને તેમના નામને આ કેસ સાથે જોડવાના પ્રયાસોને તેમણે પુરાવા વિના કરવામાં આવેલા આરોપો ગણાવ્યા છે. બીજી તરફ, સમગ્ર મામલે CBIની તપાસ ચાલુ હોવાથી વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવેલા દાવાઓની સત્યતા તપાસના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો :દિશા સાલિયન મોત કેસમાં CBI ની મોટી એન્ટ્રી: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ FIR દાખલ, પિતાનું નિવેદન નોંધાયું

આ પણ વાંચો :બિગ બોસમાં ભાવુક થઈ મનોજ તિવારીની દીકરી રિતિ, કહ્યું- હંમેશાં પિતાની ઓળખનું દબાણ રહ્યું

આ પણ વાંચો :અજય દેવગનની ફિલ્મ ‘દશ્યમ: ધ કન્ક્લુઝન’નું દમદાર ટ્રેલર રિલીઝ; 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે