Gujarat News/ ભાદરવી પૂનમ મેળા માટે રેલવેની મોટી સુવિધા, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 13 દિવસ સ્પેશિયલ ટ્રેન

Bhadravi Poonam Mela Special Train: ખેડબ્રહ્માના ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી દરરોજ અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

Gujarat Top Stories Others
Bhadravi Poonam Mela Special Train: અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 19 સપ્ટેમ્બરથી સેવા

Gujarat News: ખેડબ્રહ્મામાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Bhadravi Poonam Mela Special Train) દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે અનારક્ષિત સ્પેશિયલ (Asarva Khedbrahma Train) ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 19 સપ્ટેમ્બર 2026થી 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડશે.

અસારવાથી સવારે 9:35 વાગ્યે ઉપડશે

ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ અસારવા સ્ટેશનથી દરરોજ સવારે 9:35 કલાકે રવાના થશે અને બપોરે 12:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.પરત ફરતી ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ખેડબ્રહ્માથી બપોરે 3:35 કલાકે ઉપડશે અને સાંજે 6:10 કલાકે અસારવા પહોંચશે.

Bhadravi Poonam Mela Special Train: આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચેની આ વિશેષ ટ્રેન બંને દિશામાં નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે. જેના કારણે આ વિસ્તારોમાંથી મેળામાં જવા માંગતા મુસાફરોને પણ સુવિધા મળશે.પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેન 08 કોચની MEMU રેક સાથે દોડાવવામાં આવશે. ટ્રેનમાં અનારક્ષિત દ્વિતીય શ્રેણીના કોચ રહેશે. એટલે મુસાફરોને અગાઉથી આરક્ષણ કરાવવાની જરૂર રહેશે નહીં.

13 દિવસ સુધી મળશે વિશેષ સેવા

ભાદરવી પૂનમના મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી દરરોજ ટ્રેન ઉપલબ્ધ રહેશે.ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વધુ માહિતી મુસાફરો ભારતીય રેલવેની પૂછપરછ સેવા પરથી મેળવી શકશે. મુસાફરોએ મુસાફરી પહેલાં ટ્રેનના સમયની પુષ્ટિ કરી લેવી સલાહભર્યું રહેશે.


આ પણ વાંચો: દિવાળી-છઠ માટે રેલવેની મોટી ભેટ, UP-Bihar માટે દોડશે અનેક સ્પેશિયલ ટ્રેનો, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચો: જન્માષ્ટમી પર રેલવેની મોટી ભેટ: ગાંધીનગર કેપિટલ–દ્વારકા વચ્ચે 3 દિવસ દોડશે સ્પેશિયલ ટ્રેન, 6 ફેરા કરશે

આ પણ વાંચો: બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની ખેપ: AC કોચમાંથી બોટલો ભરેલી બેગો મળી, મુસાફરોએ 3 બુટલેગરને પકડ્યા