Sabarkantha News/ હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે પોલીસનો સેવા યજ્ઞ

અંબાજી માતાના દર્શન માટે પગપાળા નીકળેલા માઈભક્તો (Ambaji pilgrims)માટે હિંમતનગર જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સેવા વ્યવસ્થા કરવામાં આવી છે

Gujarat Others
અંબાજી માતાના દર્શન માટે પગપાળા નીકળેલા માઈભક્તો (Ambaji pilgrims)માટે હિંમતનગર જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સેવા વ્યવસ્થા કરવામાં આવી છે

Sabarkantha News : અંબાજી માતાના દર્શન માટે પગપાળા નીકળેલા માઈભક્તો (Ambaji pilgrims)માટે હિંમતનગર જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સેવા વ્યવસ્થા કરવામાં આવી છે. હિંમતનગર જિલ્લા પોલીસ (Himmatnagar Police)કચેરી ખાતે પદયાત્રીઓ માટે ખાસ વિસામો ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં ભોજન, ચા-નાસ્તા સાથે આરોગ્ય અને કાનૂની માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હિંમતનગર પોલીસ કચેરીએ પદયાત્રીઓ માટે વિશેષ વિસામો

દર વર્ષની પરંપરા મુજબ હિંમતનગર જિલ્લા પોલીસ (Himmatnagar Police) દ્વારા અંબાજી પદયાત્રી (Ambaji pilgrims)ઓ માટે વિશેષ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દૂર-દૂરથી પગપાળા આવતા માઈભક્તો થોડો સમય આરામ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે આશરે 10 હજાર જેટલા પદયાત્રીઓ આ વિસામાનો લાભ લે તેવી શક્યતા છે.

વિસામામાં પદયાત્રીઓ માટે ભોજન ઉપરાંત સવાર, બપોર અને સાંજના સમયે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાકેલા ભક્તોને અહીં આરામ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જજના હસ્તે ઉદ્ઘાટન, પોલીસ વડાની ઉપસ્થિતિમાં આરતી

વિશેષ વિસામાનું ઉદ્ઘાટન જિલ્લા પ્રિન્સિપાલ જજ એમ.પી. પુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા માત્ર વ્યવસ્થાપન પૂરતું સીમિત ન રહેતાં પદયાત્રીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આરોગ્ય સાથે કાનૂની માર્ગદર્શનની પણ વ્યવસ્થા

પદયાત્રીઓને કોઈ કાનૂની બાબત અંગે માહિતીની જરૂર પડે તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સત્તા મંડળના સચિવ સી.પી. ચારણ દ્વારા પદયાત્રીઓને જરૂરી કાનૂની માહિતી આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત ફાતિમા હોસ્પિટલની ટીમ દ્વારા પદયાત્રીઓ માટે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાક, નાની-મોટી તકલીફો અથવા અન્ય આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે આ સેવા ઉપયોગી બની રહી છે.

હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા અને નદીકાંઠે ચુસ્ત બંદોબસ્ત

પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હિંમતનગર પોલીસે Himmatnagar Police)હાઇવે પર વિશેષ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી છે. આવતીકાલથી હાઇવેનો એક માર્ગ ખાસ પદયાત્રીઓ માટે ફાળવવામાં આવશે, જ્યારે બીજા માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.

હરણાવ અને સાબરમતી નદી નજીક પણ પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાણી ભરાયેલા વિસ્તારો અથવા નદીકાંઠે રોકાણ ન કરવા અને સાવચેતી રાખવા માટે પદયાત્રીઓને અપીલ કરવામાં આવી છે.

આમ, અંબાજી માતાના દર્શન માટે નીકળેલા માઈભક્તો (Ambaji pilgrims)ની સેવા અને સુરક્ષા બંને માટે હિંમતનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ભોજન અને આરામથી લઈને આરોગ્ય સેવા (Health Service), કાનૂની માર્ગદર્શન અને ટ્રાફિક વ્યવસ્થા સુધીની સુવિધાઓ સાથે પોલીસ પદયાત્રીઓના સ્વાગત અને સલામતી માટે તૈયાર છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો : સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં રખડતા શ્વાનનો આતંક, અંબાજી પદયાત્રીઓને શ્વાને ભર્યા બચકા

આ પણ વાંચો : અંબાજી ખાતે પદયાત્રીઓની માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ હેલ્પ ડેસ્ક ઊભું કરાયું

આ પણ વાંચો : અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી