Gir Somnath News/ ઉના લાડી લોહાણા સિંધી સમાજની ચૂંટણીમાં પપ્પુ સોમજાણીનો વિજય

Una Ladi Lohana Sindhi Samaj Election: પપ્પુ સોમજાણીએ 41 મતની સરસાઈથી વિજય મેળવ્યો. પપ્પુ સોમજાણીને 171 જ્યારે ઈશ્વર જેઠવાણીને 130 મત મળ્યા.

Gujarat Top Stories
Una Ladi Lohana Sindhi Samaj Election : 41 મતની સરસાઈથી વિજય મેળવ્યો

Una News: ઉનામાં લાડી લોહાણા સિંધી સમાજની ચૂંટણી યોજાઈ (Una Ladi Lohana Sindhi Samaj Election) હતી. ચૂંટણીમાં નગરપાલિકા સદસ્ય અને સિંધી સમાજના અગ્રણી ઉદ્યોગપતિ પપ્પુ સોમજાણીએ (Pappu Somjhani) પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે અગાઉ અનેક વર્ષોથી સમાજના પ્રમુખ રહી ચૂકેલા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, ભૂતપૂર્વ ત્રણ ટર્મના નગરપાલિકા સદસ્ય અને પીપલ્સ બેંકના ચેરમેન ઈશ્વર જેઠવાણીએ ઉમેદવારી નોંધાવી હતી.

Una Ladi Lohana Sindhi Samaj Election: પપ્પુ સોમજાણીએ 41 મતથી બાજી મારી

ચૂંટણીમાં કુલ 311 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 309 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી દરમિયાન 6 મત રદ થયા હતા. ત્યારબાદ માન્ય મતોની ગણતરી કરવામાં આવી હતી.

પરિણામમાં પપ્પુ સોમજાણીને 171 મત મળ્યા હતા, જ્યારે ઈશ્વર જેઠવાણીને 130 મત મળ્યા હતા. આમ પપ્પુ સોમજાણીએ 41 મતની સરસાઈથી ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

ચૂંટણીને લઈને સમાજમાં ભારે રસાકસી જોવા મળી હતી અને મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. સમગ્ર ચૂંટણી દરમિયાન હરેશ પેશવાની અને સુનિલ મુલચંદાનીએ પપ્પુ સોમજાણીના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો.ચૂંટણીના પરિણામ બાદ પપ્પુ સોમજાણીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 41 મતની સરસાઈ સાથે વિજય મેળવતા સમાજના આગેવાનો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

@કાર્તિક વાજા


આ પણ વાંચો: SIRમાં મોટા નામો સામે આવ્યા: જયશંકરથી કેજરીવાલ સુધીના મોટા નેતાઓને ચૂંટણી પંચની નોટિસ, જાણો કેમ?

આ પણ વાંચો: રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આગથી ખળભળાટ

આ પણ વાંચો: DUSU ચૂંટણીમાં મોટો ઉલટફેર, અપક્ષ દીપાંશુ શૌકીનની જોરદાર લીડ; ABVP-NSUI પાછળ