Ahmedabad News: મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવાર, 20 સપ્ટેમ્બરની વહેલી સવારે બનેલા ગંભીર BMW અકસ્માત (Mumbai BMW Accident)માં ત્રણ યુવકોનાં મોત થયા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મૃતકોમાં અમદાવાદના શનાય ગજ્જરનો પણ સમાવેશ થાય છે. શનાય 21 વર્ષનો હતો અને મુંબઈમાં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ અમદાવાદમાં તેના પરિવાર અને નજીકના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
કોસ્ટલ રોડ પર BMW ભયાનક અકસ્માત
મળતી માહિતી મુજબ, અકસ્માત (Mumbai BMW Accident) રવિવારે વહેલી સવારે આશરે 5:20 વાગ્યે મુંબઈના કોસ્ટલ રોડ પર લોટસ જેટ્ટી નજીક થયો હતો. BMW કાર મરીન ડ્રાઈવથી હજી અલી તરફ જઈ રહી હતી. પોલીસના પ્રાથમિક તારણ મુજબ કાર વધુ ઝડપે હોવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રોડની બાઉન્ડરી સાથે અથડાઈને એલિવેટેડ રોડ પરથી નીચે આવેલા નિર્માણાધીન વિસ્તારમાં જઈ પડી હતી. અકસ્મતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા હતા. મૃતકોની ઓળખ શનાય ગજ્જર, ધૈર્ય શેઠ અને આદિત્ય જાકસણિયા તરીકે થઈ છે. ચોથો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની સારવાર મુંબઈની નાયર હોસ્પિટલમાં ચાલી રહી છે.
Mumbai BMW Accident: અમદાવાદના શનાયના મોતથી પરિવારમાં આઘાત
અકસ્માત (Mumbai BMW Accident)માં મોતને ભેટેલો શનાય ગજ્જર અમદાવાદનો રહેવાસી હતો. અહેવાલો મુજબ તે મુંબઈમાં અભ્યાસ કરતો હતો અને અકસ્માત સમયે BMW ચલાવી રહ્યો હતો. કાર તેના પરિવારની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શનાયના પરિવારનું ઘર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં, એસપી સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન નજીક સામવેદ હોસ્પિટલની સામે હોવાનું જણાવાયું છે. તેના મોતના સમાચાર બાદ સોસાયટીમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના પુરુષ સભ્યો મૃતદેહ સંબંધિત કાર્યવાહી માટે મુંબઈ ગયા હોવાનું સ્થાનિક સ્તરે જાણવા મળ્યું છે. ઘરની આસપાસ પરિવારજનો અને પરિચિતોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
સોસાયટીમાં શોકનો માહોલ
શનાયના મોતના સમાચારથી સ્વસ્તિક સોસાયટીમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. પરિવારને સાંત્વના આપવા માટે લોકો તેમના ઘરે પહોંચી રહ્યા છે. સ્થાનિક લોકો માટે પણ આ ઘટના આઘાતજનક બની છે, કારણ કે એક યુવાનનું અચાનક મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
અન્ય બે યુવકોનાં પણ મોત
આ અકસ્માત (Mumbai BMW Accident)માં શનાય ગજ્જર ઉપરાંત ધૈર્ય શેઠ અને આદિત્ય જાકસણિયાનાં પણ મોત થયા છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ ત્રણેય યુવકો અભ્યાસ કરતા હતા. ચોથો યુવક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ તપાસ ચાલુ
અકસ્માત બાદ મુંબઈ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપના કારણે ડ્રાઈવરનો કાબૂ ગુમાવાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. CCTV ફૂટેજમાં BMW વધુ ઝડપે જતી અને ત્યારબાદ રોડની બાજુની બેરિયર તોડીને નીચે પડતી જોવા મળી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, અકસ્માત (Mumbai BMW Accident)નું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ મુંબઈના કોસ્ટલ રોડ પર વાહનચાલકોની ઝડપ અને માર્ગ સુરક્ષાને લઈને પણ ફરી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે 8 પશુનાં મોત
આ પણ વાંચો:મુંબઈમાં બે મોટા અકસ્માતથી ખળભળાટ, BMW દુર્ઘટનામાં 3નાં મોત
