Mumbai News/ મુંબઈમાં બે મોટા અકસ્માતથી ખળભળાટ, BMW દુર્ઘટનામાં 3નાં મોત

Mumbai Accident: મુંબઈના કોસ્ટલ રોડ પર BMW કાર બ્રિજ પરથી નીચે પડવાથી ત્રણ યુવાનોના મોત થયા છે. જ્યારે કાલાચૌકીમાં ગણેશોત્સવ મંડળ પાસે કરંટ લાગવાથી બાળકી સહિત બે લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories NATIONAL India
Mumbai Accident

Mumbai Accidents Update September 20, 2026: મુંબઈમાં રવિવાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ બે અલગ-અલગ દુર્ઘટનાઓએ ચકચાર મચાવી દીધી. પ્રથમ ઘટનામાં કોસ્ટલ રોડ પર એક BMW કાર બ્રિજ પરથી નીચે પટકાતા કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કાલાચૌકી વિસ્તારમાં ગણેશોત્સવના મંડપ પાસે બનાવવામાં આવેલા અસ્થાયી પાણીના સ્ટોલમાં વીજ કરંટ ફેલાતાં છ લોકો તેની અસર હેઠળ આવ્યા હતા. આ ઘટનામાં એક બાળકી અને એક પુખ્ત વ્યક્તિનું મોત થયું હતું.

કોસ્ટલ રોડ પર BMW બ્રિજ પરથી નીચે પટકાઈ

મુંબઈ (Mumbai Accident)પોલીસના જણાવ્યા અનુસાર BMW કાર મરીન ડ્રાઈવથી હજી અલી તરફ કોસ્ટલ રોડ પરથી જઈ રહી હતી. વહેલી સવારે લગભગ 5:20 વાગ્યે કંટ્રોલ રૂમને અકસ્માતની જાણ થઈ હતી. લાલા કોલેજ સામે લોટસ જેટ્ટી નજીક આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કારની ઝડપને કારણે ડ્રાઈવરનો કાબૂ ગુમાવાયો હોવાની આશંકા છે અને ત્યારબાદ કાર બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. હોસ્પિટલ તરફથી મળેલી માહિતી મુજબ 21 વર્ષીય શનાય ગજ્જલ અને 17 વર્ષીય ધિર્યા સેઠને હોસ્પિટલ પહોંચાડતાં પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 25 વર્ષીય એક અજાણ્યા વ્યક્તિનું પણ મોત થયું હતું. જ્યારે એક અજાણ્યો યુવક ગંભીર હાલતમાં ટ્રોમા વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.ઘાયલ યુવકની ઓળખ આદિત્ય ઓસવાલ (23) તરીકે થઈ છે.

કાલાચૌકીમાં પાણીના સ્ટોલમાં કરંટ

મુંબઈના (Mumbai Accident) કાલાચૌકી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે બીજી ગંભીર ઘટના બની હતી. દાતારામ લાડ માર્ગ પર મહાગણપતિ ઉત્સવ મંડળના પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવેલા અસ્થાયી પાણીના સ્ટોલમાં અચાનક વીજ કરંટ ફેલાયો હતો. ઘટના રાત્રે લગભગ 2:42 વાગ્યે બની હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં કુલ છ લોકો અસરગ્રસ્ત થયા હતા. તેમને મસિના અને ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 8 વર્ષીય રાગિણી ઘનશ્યામ યાદવને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવી હતી. અન્ય એક પુખ્ત વ્યક્તિનું પણ મોત થયું હતું, જ્યારે ચાર ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની કાર્યવાહી

ઘટના બાદ મુંબઈ(Mumbai Accident) ફાયર બ્રિગેડે વીજ પુરવઠો બંધ કરાવ્યો અને વિસ્તારને સુરક્ષિત કર્યો હતો. BESTના કર્મચારીઓ તેમજ પોલીસની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. અસ્થાયી મીટરની વાયરિંગ અને MCB અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બંને ઘટનાઓમાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

આ પણ વાંચો: મહારાષ્ટ્રના અકોલામાં બે કાર વચ્ચે અકસ્માતમાં છના મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગોંદિયા પાસે ભયાનક અકસ્માત: ટ્રક અને મજૂરો ભરેલી બોલેરો વચ્ચે ટક્કર, 6નાં મોત