Kailash Vijayvargiya Controversial Statement Woman Councilor: મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયની એક ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 6માં લગભગ ₹7 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મંત્રીની મહિલા કાઉન્સિલરને લઈને કરાયેલી ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ મહિલા કાઉન્સિલરની શારીરિક બનાવટ અંગે ટિપ્પણી કરતા સંભળાય છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે.
₹7 કરોડના વિકાસકાર્યોના કાર્યક્રમમાં થયો વિવાદ
રવિવારે ઇન્દોરના વોર્ડ નંબર 6માં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કૈલાશ વિજયવર્ગીય સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા કાઉન્સિલર મંત્રી પાસેથી પસાર થઈને માઇક સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. તેમની પાછળ મંત્રીનો એક કાર્યકર્તા હોવાથી કાઉન્સિલર મંત્રીને સંપૂર્ણપણે દેખાઈ રહ્યા નહોતા. આ સમયે મંત્રીએ કાઉન્સિલરના શારીરિક બાંધાને લઈને ટિપ્પણી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ છે. કોંગ્રેસે મંત્રીની(Kailash Vijayvargiya) ટિપ્પણી સામે જાહેરમાં વાંધો વ્યક્ત કર્યો છે. AICC મીડિયા કોર્ડિનેટર નીલાભ શુક્લાએ(Kailash Vijayvargiya) આ ટિપ્પણીને નિંદનીય ગણાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ મહિલા સન્માનની વાત કરે છે, ત્યારે પોતાની જ પાર્ટીના મહિલા જનપ્રતિનિધિ અંગે જાહેર કાર્યક્રમમાં આવી ટિપ્પણી થવી યોગ્ય નથી.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
નીલાભ શુક્લાએ મંત્રીની ટિપ્પણીને લઈને ભાજપના મહિલા સન્માનના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના નિવેદન બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. હાલમાં કૈલાશ વિજયવર્ગીયની(Kailash Vijayvargiya) આ ટિપ્પણીને લઈને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. વાયરલ વીડિયોને લઈને આગળ મંત્રી અથવા ભાજપ તરફથી કોઈ સ્પષ્ટીકરણ આવે છે કે નહીં, તેના પર પણ નજર રહેશે.
