Surat News/ સુરતમાં જાગૃત નાયક વધુ એક વખત વિવાદનું કેન્દ્ર બન્યા, ઈ-સિગારેટ પીતાનો વીડિયો વાયરલ

સુરતમાં SMCના ચીફ સિક્યુરિટી ઓફિસર ઈ-સિગારેટ પીતાનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. ભારત સરકારે ઈ-સિગારેટના ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદ

Surat News:સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના સુરક્ષા મુખ્ય અધિકારી જાગૃત નાયક એક ગંભીર વિવાદમાં ફસાઈ ગયા છે. મ્યુનિસિપલ ઓફિસમાં ફરજ પર હતા ત્યારે પ્રતિબંધિત ઈ સિગારેટ પીતા હોવાનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.

મનપાની મુખ્ય કચેરીમાં જ સિક્યુરિટી ઓફિસરનો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ઈ-સિગારેટ (Electronic nicotine delivery systems- ENDS) ના ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. અને ગુજરાત સરકારે પણ આ કાયદાને વધુ કડક બનાવ્યો છે.

ફરજ પરના ચીફ સિક્યુરિટી ઓફિસર સિગારેટ પીતા વિવાદ દેખાયા

મુખ્ય અધિકારી જાગૃત નાયકનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે સરકારી કચેરીઓમાં જ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે.આ વીડિયો વાયરલ થતાંની સાથે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટના મુખ્ય સુરક્ષા અધિકારી દ્વારા પ્રાપ્ત કરવાના સ્ત્રોત અને રીત પણ તપાસનો એક મુખ્ય વિષય બની ગઈ છે. આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શિસ્ત અને નિયમોના પાલન પર પણ  પ્રશ્નો ઉભા કર્યા છે.