Ahmedabad News/ ગૂજરાત વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલમાં ABVPનું ચેકિંગ, વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો

અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ABVP ચેકિંગ (ABVP Checking)ને લઈને વિવાદ સર્જાયો છે.

Top Stories Ahmedabad Gujarat
ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની ગર્લ્સ હોસ્ટેલમાં ABVPના ચેકિંગને લઈને વિવાદ થયો. હોસ્ટેલ તંત્રએ અનધિકૃત પ્રવેશનો આક્ષેપ કર્યો, જ્યારે AMCએ મેસમાંથી 3 સેમ્પલ લીધા.

Ahmedabad News : ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની ગર્લ્સ હોસ્ટેલમાં ABVPના ચેકિંગને લઈને વિવાદ થયો. હોસ્ટેલ તંત્રએ અનધિકૃત પ્રવેશનો આક્ષેપ કર્યો, જ્યારે AMCએ મેસમાંથી 3 સેમ્પલ લીધા.

ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની ગર્લ્સ હોસ્ટેલમાં ABVP ચેકિંગથી વિવાદ

અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)ની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ABVP ચેકિંગ (ABVP Checking)ને લઈને વિવાદ સર્જાયો છે. 19 સપ્ટેમ્બરની રાત્રે ABVPના કાર્યકર્તાઓએ હોસ્ટેલની મેસ અને રસોડામાં તપાસ કરી હતી. આ દરમિયાન કેટલીક ખાદ્ય સામગ્રી બગડેલી તથા એક્સપાયરી ડેટવાળી મળી હોવાનો ABVPનો દાવો છે.

બીજી તરફ, હોસ્ટેલના હેડ ડૉ. સુરભિ લેઉવાએ કાર્યકર્તાઓના પ્રવેશ સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર અંદાજે 20થી 25 કાર્યકર્તાઓ રસોડાના પાછળના દરવાજેથી અંદર આવ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને અનેક લોકો દ્વારા ઘેરી લેવામાં આવતાં તે ગભરાઈ ગઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

પરવાનગી વગર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશનો મુદ્દો

હોસ્ટેલના હેડના જણાવ્યા મુજબ, મેસ ચેકિંગ સામે વાંધો નહોતો, પરંતુ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ કરતા પહેલાં રેક્ટર અથવા સંબંધિત સત્તાધિકારીની મંજૂરી લેવી જરૂરી છે.

તેમણે જણાવ્યું કે હોસ્ટેલની મેસમાં સામગ્રી અને અન્ય વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓની સમિતિ દ્વારા સંભાળવામાં આવે છે. તેથી મેસની વ્યવસ્થા બતાવવા માટે સંબંધિત લોકોને સહકાર આપવાની તૈયારી હતી. જોકે, એકસાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અંદર આવતાં વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હોવાનો તેમનો દાવો છે.

સડેલા ટામેટાં અને એક્સપાયરી વસ્તુઓ મળી હોવાનો દાવો

ABVP દ્વારા વિવિધ હોસ્ટેલની મેસમાં ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગૂજારાત વિદ્યાપીઠની કન્યા (Girls Hostel)અને કુમાર છાત્રાલયમાં પણ તપાસ કરવામાં આવી હતી.

ABVPના જણાવ્યા મુજબ, ચેકિંગ દરમિયાન સડેલા ટામેટાં, ડુંગળી અને એક્સપાયરી થયેલી ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે અને બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી હતી.

જોકે, હોસ્ટેલ તંત્રનું કહેવું છે કે બગડેલા ટામેટાં ઉપયોગમાં લેવાયા નહોતા અને અલગ કાઢીને રાખવામાં આવ્યા હતા. કચરાની ગાડી આવે ત્યારે તેનો નિકાલ કરવાનો હતો. ફાડા-લાપસીની એક્સપાયરી થયેલી સામગ્રી પણ ઉપયોગમાં ન લેવાય તે માટે અલગ રાખવામાં આવી હોવાનો તંત્રનો દાવો છે.

AMCએ મેસમાંથી 3 સેમ્પલ લીધા

સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહના જણાવ્યા મુજબ, વિદ્યાપીઠની મેસ (Mess)માંથી ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

અધિકારીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ બહારથી ખાદ્ય સામગ્રી લાવી આપે છે, જ્યારે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલો રસોઈયો માત્ર રસોઈ બનાવવાનું કામ કરે છે. મેસ (Mess)સાથે સંકળાયેલા જવાબદાર લોકોને બોલાવીને સમગ્ર મામલે જવાબ લેવામાં આવશે.

હાલ એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ અને અન્ય વિગતોને લઈને પણ તપાસ ચાલી રહી છે. AMC દ્વારા બંને પક્ષોની વિગતો અને સેમ્પલની તપાસ કર્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં સડેલા ડુંગળી-ટામેટા! એક્સપાયર ખાદ્ય સામગ્રી મળ્યાનો આક્ષેપ

આ પણ વાંચો : ગૂજરાત વિદ્યાપીઠ હોસ્ટેલમાં પાણી ભરાયા: વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહી જમ્યા,કાનખજૂરો તરતો જોવા મળ્યો

આ પણ વાંચો : ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક