Entertainment News : બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે (Karan Johar)એક મોટો ધમાકો કરતા ભારતની બાહ્ય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના સ્થાપક અને પ્રથમ વડા રામેશ્વર નાથ કાઓ (R.N. Kao)ની બાયોપિક (Biopic) બનાવવાની અધિકૃત જાહેરાત કરી છે. RAWના 58 મા સ્થાપના દિવસના ખાસ અવસર પર કરણે સોશિયલ મીડિયા પર આ સ્પાય-થ્રિલર ફિલ્મ અંગેનો એક ખાસ અનાઉન્સમેન્ટ વિડીયો શેર કર્યો હતો. આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ અને ભારતના ગુપ્તચર ઈતિહાસ પર આધારિત હશે.
Karan Johar : 2028 માં રિલીઝ થશે ફિલ્મ, કલાકારો અંગે સસ્પેન્સ
કૌટુંબિક અને પ્રેમકથા આધારિત ફિલ્મો માટે જાણીતા કરણ જોહર હવે દેશભક્તિ અને જાસૂસી ડ્રામા તરફ વળ્યા છે. જોકે, આ ભવ્ય પ્રોજેક્ટ માટે દર્શકોએ થોડી રાહ જોવી પડશે, કારણ કે કરણે આ ફિલ્મની રિલીઝ ડેટ 11 ઓગસ્ટ 2028 નક્કી કરી છે. હાલમાં બિગ સ્ક્રિન પર રામેશ્વર નાથ કાઓનો મુખ્ય રોલ કયો બોલીવુડ એક્ટર ભજવશે તે અંગેના કલાકારો (Artists)ના નામો ગુપ્ત રાખવામાં આવ્યા છે, જેને લઈને સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

કરણ જોહરના આગામી મોટા પ્રોજેક્ટ્સ
છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મેળવનારા કરણ જોહર પાસે આગામી સમયમાં મોટા પ્રોજેક્ટ્સની લાઇનઅપ છે. કાઓની બાયોપિક સિવાય તેઓ ‘રાધા કૃષ્ણા એપિક’, આદિત્ય રોય કપૂર સાથેની સાયકોલોજિકલ થ્રિલર, રણબીર-આલિયા સાથે ‘બ્રહ્માસ્ત્ર ૨’ અને કાર્તિક આર્યન સાથે ‘નાગઝીલા’ જેવી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. 1968 માં દેશની સુરક્ષા માટે કાઓ દ્વારા સ્થાપિત RAWની વાર્તાને હવે કરણ જોહર થિયેટરમાં કેવી રીતે રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો :‘વાઇબ’ અને ‘દાયરા’ની બીજા દિવસે કમાણીમાં વધારો, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
આ પણ વાંચો :કેટરીના કૈફની બોડી શેમિંગ પર બચાવમાં આવ્યા ઋત્વિક રોશન
આ પણ વાંચો :મહાત્મા ગાંધીના જીવનની અનકહી કહાનીમાં વહીદા રહમાનની સરપ્રાઈઝ એન્ટ્રી
