Dharma & Bhakti/ કોણ છે ભગવાન કલ્કિ?…ક્યારે લેશે એ અવતાર?…જાણો કળિયુગના અંત સાથે સંલગ્ન રહસ્ય!!

ભગવાન કલ્કિ (Kalki Avtar)નો જન્મ ક્યારે થશે? એમનો જન્મ ક્યાં થશે અને માતા-પિતા કોણ હશે…આ સવાલોના જવાબ જાણવાની ઉત્સુકતા આજે પણ લોકોના…

Trending Religious Dharma & Bhakti
Kalki Avtar ક્યારે અવતરશે...એમનું સ્વરુપ કેવું હશે? જાણો...

Dharm & Bhakti: માન્યતા છે કે કળીયુગના અંતિમ ચરણમાં જ્યારે અધર્મ પાતાના ચરમ પર પહોંચી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ (Kalki Avtar) સ્પરુપે પ્રગટ થશે અને ધર્મની પુન: સ્થાપના કરશે.

હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ના જુદા-જુદા અવતારોનું વર્ણન મળે છે. એવી માન્યતા છે કે જ્યારે-જ્યારે ધરતી પર અધર્મ વધે છે અને ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ સ્વરુપે અવતાર ધારણ કરીને ધર્મની પુન: સ્થાપના કરે છે.

ભગવાન વિષ્ણુના અવતારો

ભગવાન વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ જેવા અવતારોનું વર્ણન પુરાણો અને ધાર્મિક પરંપરાઓમાં મળી આવે છે. એના પછી દશમા અને અંતિમ અવતારના રુપમાં કલ્કિ અવતારનો ઉલ્લેખ મળે છે.

માન્યતા છે કે કળીયુગના અંતિમ ચરણમાં જ્યારે અધર્મ પાતાના ચરમ પર પહોંચી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ (Kalki Avtar) સ્પરુપે પ્રગટ થશે અને ધર્મની પુન: સ્થાપના કરશે. પરંતુ ભગવાન કલ્કિનો જન્મ ક્યારે થશે? એમનો જન્મ ક્યાં થશે અને માતા-પિતા કોણ હશે…આ સવાલોના જવાબ જાણવાની ઉત્સુકતા આજે પણ લોકોના મનમાં રહે છે. તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર સાથે જોડાયેલી પ્રમુખ ધાર્મિક માન્યતાઓ અને પુરાણોમાં વર્ણવેલા એમના સ્વરુપ અંગે…

યુદ્ધ

ધર્મની સ્થાપના માટે ભગવાન અવતાર લેશે

ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે (Shree Krishna in Bhagwad Gita) કહ્યું છે કે, જ્યારે-જ્યારે પણ ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ધર્મની સ્થાપના માટે તે અવતાર ધારણ કરશે. આ ભાવને ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોની પરંપરા સાથે જોડવામાં આવે છે. ભગવદ્ગીતાના 12મા સ્કંદમાં કલ્કિ અવતારનું વર્ણન મળે છે અને એ અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કિ સ્વરુપે કળીયુગના અંતિમ ચરણમાં ભગવાન કલ્કિનું પાગટ્ય થશે. આ વાત અન્ય ગ્રંથો અને પૌરાણિક પરંપરાઓમાં પણ પ્રાપ્ત થાય છે. આથી એમના પરિવાર, લગ્ન અને અન્ય વર્ણનોમાં થોડો તફાવત જણાઈ શકે છે.

ક્યાં થશે ભગવાન કલ્કિનો જન્મ? (Kalki Avtar)

શ્રીમદ્ ભગવદ્ મહાપુરાણમાં દર્શાવવામાં આવેલું છે કે કલ્કિનો જન્મ શંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરે થશે. એમની માતાનું નામ સુમતિ હશે. તેઓ એક દિવ્ય યોદ્ધાના સ્વરુપે અવતાર ધારણ કરશે. પૌરાણીક વર્ણનોમાં જણાવ્યા અનુસાર, એમનું વાહન દેવદત્ત નામનો ઘોડો હશે. તેઓ ઘોડા પર સવાર અને હાથમા તલવાર ધારણ કરીને અધર્મ અને અત્યાચારનો અંત કરશે. ત્યાર બાદ જ ધર્મની પુન સ્થાપના થશે અને યુગ પરિવર્તનની પ્રક્રિયાનો પ્રારંભ થશે.

ભગવાન વિષ્ણુ

કલ્કિ ભગવાનના ગુરુ કોણ હશે?

કલ્કિ અવતાર સાથે જોડાયેલી કથાઓમાં ભગવાન પરશુરામ (Parshuram)નો પણ વિશેષ ઉલ્લેખ મળે છે. માન્યતા છે કે, ભગવાન પરશુરામ જ કલ્કિ (Kalki Avtar)ને યુદ્ધ અને અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા શીખવશે! જ કારણે પરશુરામ અને કલ્કિના સંબંધનું હિન્દુ ધાર્મિક પરંપરામાં વિશેષરુપે મહત્વ છે.

ક્યારે લેશે ભગવાન કલ્કિ અવતાર?

ધર્મગ્રંથોમાં કલ્કિ અવતારને કળીયુગ (Kaliyug)ના અંતિમ ચરણ સાથે જોડવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ધર્મની પુન સ્થાપના માટે કલ્કિ રુપે પ્રગટ થશે. હિન્દુ કાળગણના અનુસાર, કળીયુગની અવધિ હજુ તો ઘણી જ લાંબી માનવામાં આવેલી છે અને ધાર્મિક માન્યતા અનુસાર, હજુ ઘણો સમય બાકી છે. આથી વર્તમાન સમયમાં ભગવાન કલ્કિના અવતારની કોઈ નિશ્ચિત તારીખ અથવા વર્ષ શાસ્ત્રો દ્વારા નિર્ધારિત નથી કરાઈ!

કલ્કિ અવતાર

કલ્કિ અવતાર બાદ શું થશે?

પૌરાણિક માન્યતાનુસાર, કળીયુગના અંતિમ ચરણમાં જ્યારે અધર્મ, અન્યાય અને અરાજકતા (Injustice, Lawlessness and Anarchy) ચરમ બિંદુએ પહોંચી જશે ત્યારે ભગવાન કલ્કિનું પાગટ્ય થશે. એ અધર્મનો અંત કરીને ધર્મની પુન: સ્થાપના કરશે અને ત્યાર બાદ, યુગ પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભ થશે અને સત્યયુગ (Satya Yug)ના પુન: પ્રારંભ થવાની ધાર્મિક માન્યતા છે.

આ રીતે કલ્કિ અવતાર કેવળ ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર (Vishnu Tenth Avtar)ની જ કથા નથી પરંતુ ધર્મની પુન: સ્થાપના અને યુગ પરિવર્તન સાથે સંલગ્ન એક પૌરાણિક માન્યતા છે. જો કે, ભગવાન કલ્કિનું પાગટ્ય કયા સમયે થશે એ ભવિષ્ય સાથે જોડાયેલો ધાર્મિક વિષય છે. આથી વર્તમાન સમયમાં એમના અવતારની કોઈ નિશ્ચિત તારીખ દર્શાવવી શાસ્ત્રસંમત બાબત નથી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આજે નિર્જળા એકાદશીએ ગ્રહોની મોટી હલચલ; તુલા થી મીન રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય

આ પણ વાંચો:

આ પણ વાંચો: