Gujarat News/ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉના, રાજુલા અને રાણાવાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી અહીં જાણો.

Top Stories Gujarat Others
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ!

Gujarat News: ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

ઉનામાં 2.72 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકના આંકડા મુજબ ઉનામાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજુલામાં 2.60 ઇંચ, રાણાવાવમાં 2.36 ઇંચ અને ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં 1.18 ઇંચ, ગારીયાધારમાં 1.18 ઇંચ, કપરાડામાં 1.14 ઇંચ, જામજોધપુરમાં 1.02 ઇંચ, નાની પાણેલીમાં 0.98 ઇંચ અને કેશોદમાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ

આગામી દિવસોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના(Gujarat Rain) વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદીઝાપટાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત(Gujarat Rain) અને ઉત્તર ગુજરાતના(Gujarat Rain) વિસ્તારોમાં દિવસ દરમિયાન ઉઘાડ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. જોકે, બપોર બાદ અથવા સાંજના સમયે સ્થાનિક વાતાવરણની અસરથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આમ, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની અસર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ગતિવિધિ વધુ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 93 તાલુકામાં વરસાદ; મહુવામાં 4 ઇંચથી વધુ ખાબક્યો

આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી