New Delhi:કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત (Ayushman Bharat) – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (AB PM-JAY) એ પોતાના સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda)એ યોજનાની સિદ્ધિઓને બિરદાવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને હોસ્પિટલના મોટા આર્થિક બોજમાંથી મુક્તિ અપાવી છે અને 60 કરોડથી વધુ ભારતીયોને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની મફત સારવાર આપીને તેને વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ (Health Ministry)બનાવી છે.

Ayushman Bharat થી 48.54 કરોડથી વધુ કાર્ડ અને રૂ. 2 લાખ કરોડની મફત સારવાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં 48.54 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને 13 કરોડથી વધુ લોકો હોસ્પિટલમાં મફત સારવાર મેળવી ચૂક્યા છે. દેશભરની 39000 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી રૂ. 2 લાખ કરોડથી વધુ રકમની સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 500 કરોડથી વધુ લોકોએ પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લીધો છે.

23 સપ્ટેમ્બર 2018 ના રોજ થઈ હતી શરૂઆત
ઉલ્લેખનીય છે કે, આ યોજના 23 સપ્ટેમ્બર 2018 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 27 મેડિકલ સ્પેશિયાલિટીની 1961 પ્રકારની ગંભીર બીમારીઓની સારવાર આવરી લેવામાં આવી છે. સમય જતાં આ યોજનાનો વ્યાપ વધારીને આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, ટ્રાન્સજેન્ડર સમુદાય, સફાઈ કામદારો તેમજ 70 વર્ષ કે તેથી વધુ વયના 1.36 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ આપીને કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્માન ભારત માટે કરોડોની જાહેરાત
આ પણ વાંચો :આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં ગુજરાતની અગ્રણી ભૂમિકા, ભાવનગર નંબર-1 માઈક્રોસાઈટ બન્યું
આ પણ વાંચો :દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સ બનશે ‘આરોગ્ય મંદિર’, 51 લાખ લોકોને આપવામાં આવશે આયુષ્માન ભારત કાર્ડ
