Jharkhand News: ઝારખંડના જમશેદપુરમાં બુધવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે. દોમુહાની વિસ્તારમાં એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની દીકરીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

દોમુહાની પાસે બની દુર્ઘટના
મળતી માહિતી પ્રમાણે, દોમુહાની નજીક કાર(Jharkhand Car Accident) અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
અકસ્મતની(Jharkhand Car Accident) માહિતી મળતાં પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કારમાં સવાર ચારેય લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મંત્રીની દીકરીના મોતથી શોક
આ અકસ્માતમાં(Jharkhand Car Accident) ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની દીકરીના મોતના સમાચારથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઝારખંડના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે અકસ્માતને દુઃખદ ગણાવી મંત્રી દીપિકા પાંડે સિંહના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અકસ્માતનું કારણ જાણવા તપાસ
હાલમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર કઈ પરિસ્થિતિમાં થઈ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત(Jharkhand Car Accident) બાદ ઘટનાસ્થળેથી જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમ અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.
આ ભયાનક અકસ્માતમાં(Accident) ચાર લોકોના જીવ ગયા છે અને કારને થયેલા ભારે નુકસાન પરથી ટક્કરની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હેમંત સોરેન 28 નવેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : ઝારખંડમાં સતત બીજી વખત સીએમ બનનાર પ્રથમ નેતા
આ પણ વાંચો:હેમંત સોરેનના નિવાસસ્થાને ભાજપનો વિરોધ, મંત્રી ઇરફાન અંસારીએ લગાવ્યો હત્યાના પ્રયાસનો આરોપ
આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પાંચ મહિના બાદ જેલમાંથી છૂટ્યા, જમીન કૌભાંડમાં ગયા જેલમાં
