Food Recipe/ હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!

ક્યારેક Aloo Paratha એટલા તો નરમ બને છે કે કાપતી વખતે અથવા વણતી વખતે ફાટવા લાગે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો ગભરાવાની જરુર નથી!

Trending Food Lifestyle
Aloo Paratha: વરસાદી ઋતુમાં Delicious ડિશનો લો Ultimate સ્વાદ, બનાવો 30 મિનિટમાં!

Food Recipe: સવારના બ્રેકફાસ્ટમાં આલુ પરોઠા (Aloo Paratha) મળે તો બાળકોનો મૂડ તદ્દન ફ્રેશ થઈ જાય છે…મોટાભાગના લોકો નાસ્તામાં આલુ પરોઠા ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, એની સાથે દહીં કે અથાણું અથવા કેચઅપ મળી જાય તો ‘સોને પે સુહાગા’ જેવું લાગે છે! પરંતુ આ આલુપરોઠા ત્યારે જ ખાવામાં સરસ લાગે છે જ્યારે એ ક્રિસ્પી બન્યા હોય!

ઘણા લોકો ઘરે ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા (Dhaba Style Aloo Paratha) બનાવવા માગતા હોય છે પણ બનાવી શકતા નથી હોતા…ક્યારેક આલુ પરોઠા એટલા તો નરમ બને છે કે કાપતી વખતે અથવા વણતી વખતે ફાટવા લાગે છે…જો તમને પણ આ સમસ્યા હોય તો ગભરાવાની જરુર નથી! અહિં તમારા માટે તદ્દન પરફેક્ટ આલુ પરોઠાની રેસિપી (Aloo Paratha Recipe) લઇને આવ્યા છીએ જેને ફૉલો કરીને તમે ઘરે જ આસાનીથી કરારા આલુ પરોઠા (Crispy Aloo Paratha)બનાવી શકો છો. તો ચાલો જાણીશું એને બનાવવાની વિધિ અને સામગ્રી અંગે…

શી રીતે બનાવશો ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા? (Dhaba Style Aloo Paratha Recipe)

ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

આલુ પરોઠા બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

લોટ બાંધવા માટે

2 કપ ઘઉંનો લોટ

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

બટાટાના સ્ટફિંગ માટે

4-5 બાફેલા બટાટા

1-2 લીલા મરચાં

1 નાની ચમચી છીણેલું આદુ

2 ચમચી તાજી સમારેલી કોથમીર

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી શેકેલો જીરા પાવડર

1 ચમચી આમચૂર પાવડર

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુસાર મીઠું

આલુ પરોઠા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 5 બટાટા (Potatoes)ને બાફી લો. પછી લોટ બાંધવાની તૈયારી કરો.

2. આલુ પરોઠા માટે ઘણો સૉફ્ટ લોટ ન બાંધવો. આ માટે 2 કપ ઘઉંના લોટ (Wheat Flour) માં થોડું મીઠું ઉમેરીને મધ્યમ નરમ લોટ બાંધવો અને એને 15-20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો.

3. હવે સ્ટફિંગની તૈયારી કરવી. આ માટે બાફેલા બટાટાને સારી રીતે મૅશ કરી લો. ત્યાર બાદ એમાં સમારેલા લીલા મરચાં, આદુ, કોથમીર, મીઠું, લાલ મરચું, શેકેલો જીરા પાવડર, આમચૂર પાવડર અને સ્વાદાનુસાર ગરમ મસાલો ઉમેરવો અને સારી રીતે મિક્સ કરી લેવું.

4. બાંધેલા લોટને કેળવી લેવો અને એક લુવો લઇને થોડો વણી લો. જરુર પડ્યે અટામણનો ઉપયોગ કરો.

5. એમાં સ્ટફિંગ ભરીને સારી રીતે બંધ કરી લેવો અને અટામણ લગાવીને વણી લેવો.

6. હવે તવો ગરમ કરીને ગ્રીસ કરી લો. એના પર વણેલો પરોઠો નાખો અને એક તરફ સહેજ શેકાય એટલે પલટાવી દો.

7. ઉપર ઘી કે તેલ લગાવો અને પછી બીજી તરફ થોડો શેકાયા પછી એ તરફ પણ ઘી કે તેલ લગાવી લો.

8. હવે તાવેથા વડે પરોઠાના કિનારીના ભાગે અને વચ્ચે દબાવીને સારી રીતે સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે અન્ય પરોઠા પણ બનાવી લો.

તો તૈયાર છે તમારા ગરમાગરમ આલુ પરોઠા…એની પર બટર લગાવીને એને ગરમાગરમ ચા અથવા ચટણી સાથે સર્વ કરો. વરસાદની સિઝનમાં આ ગરમ-ગરમ આલુ પરોઠા ખાવાની ઘરના સૌને અને ખાસ કરીને બાળકોને મજા પડી જશે!


આ પણ વાંચો: વેજ હરાભરા કબાબ…સાંજના ડિનર કે નાસ્તા માટે પરફેક્ટ! સ્વાદ લાજવાબ…વારંવાર ખાશો!

આ પણ વાંચો: રવિવારે સવારે કે સાંજે ચાની મજા માણો…મસ્ત મજાના આલુ લચ્છા પકોડા સાથે!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય….બાળકોથી માંડીને વડીલો સુધી..સૌ ખુશ થઈ જશે!