Ambaji News: શક્તિપીઠ અંબાજી (Ambaji)ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મા અંબાના દર્શન માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી તરફ જતા માર્ગો પર વિવિધ પદયાત્રી સંઘો અને ભક્તોનો પ્રવાહ યથાવત્ છે.
Ambaji માં છઠ્ઠા દિવસે પણ ભક્તોનો જમાવડો
મેળાના પ્રથમ પાંચ દિવસમાં 34,51,343થી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પાંચમા દિવસે જ સાંજે 5 વાગ્યા સુધીમાં 7,23,831 ભક્તોએ દર્શન કર્યા હતા. અંબાજી તરફ આગળ વધી રહેલા ભક્તોના ‘બોલ માડી અંબે, જય જય અંબે’ (jay jay Ambe)ના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો છે. અનેક સંઘો ધજા અને માતાજીના રથ સાથે પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે.
મા અંબાના દર્શન માટે કેટલાક શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરતા કરતા પણ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. મંદિર પરિસરને પણ રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યું છે, જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મેળા દરમિયાન ભક્તોની સુવિધા અને સુરક્ષા (Convenience and security) માટે વહીવટી તંત્ર તથા પોલીસ (Police) દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે રસ્તામાં સેવા કેમ્પ, ભોજન, પાણી અને આરોગ્ય સેવાઓ (Health services)ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સાત દિવસ સુધી ચાલનારા આ ભાદરવી પૂનમ મહામેળાની 26 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે પૂર્ણાહુતિ થશે. હવે મેળાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાંચમા દિવસે પણ ભક્તોનો પ્રવાહ યથાવત્, ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી
આ પણ વાંચો: અંબાજીમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન
આ પણ વાંચો: ‘બોલ માડી અંબે’ના નાદથી ગુંજી અંબાજીની ધરતી!
