Ahmedabad News/ સાયન્સ સિટીમાં વૃક્ષ કાપવાનો વિવાદ,પરમિશન વગર વૃક્ષો કાપ્યાની ફરિયાદ

અમદાવાદના સાયન્સ સિટી (Science City)વિસ્તારમાં વૃક્ષ કાપવાનો વિવાદ (Tree Cutting Controversy) સામે આવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદના સાયન્સ સિટી (Science City)વિસ્તારમાં વૃક્ષ કાપવાનો વિવાદ (Tree Cutting Controversy) સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદના સાયન્સ સિટી (Science City)વિસ્તારમાં વૃક્ષ કાપવાનો વિવાદ (Tree Cutting Controversy) સામે આવ્યો છે. મહાલયા-2 બંગલોઝમાં પરમિશન વગર વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Science City : મહાલયા-2માં પરમિશન વગર વૃક્ષો કાપ્યાની ફરિયાદ

મળતી માહિતી મુજબ, મહાલયા-2 ((Mahalaya-2 Tree Cutting)બંગલોઝમાં વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જરૂરી મંજૂરી (Tree Cutting Permission)લેવામાં આવી હતી કે નહીં તે અંગે તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. હરિયાળા વિસ્તારમાં વૃક્ષો કાપવાના મુદ્દે સ્થાનિક સ્તરે પણ નારાજગી હોવાનું જણાવાયું છે.

પર્યાવરણ પ્રેમીએ તંત્ર સમક્ષ કરી રજૂઆત

પર્યાવરણ પ્રેમી રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમની ફરિયાદમાં સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિતના સભ્યો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદમાં વૃક્ષો કાપવાની પ્રક્રિયા દરમિયાન જરૂરી પરમિશન અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સુધી પહોંચ્યો મામલો

વૃક્ષ કાપણી અંગેની ફરિયાદ બાદ હવે સમગ્ર મામલો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સુધી પણ પહોંચ્યો છે. એક તરફ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે, તો બીજી તરફ સોસાયટીના સંચાલન અને જવાબદારીને લગતી રજૂઆત પણ કરવામાં આવી છે.

હવે તંત્ર દ્વારા ફરિયાદની તપાસ કરવામાં આવે છે કે કેમ અને વૃક્ષો કાપવા અંગે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ થયા બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવાશે. હાલ સમગ્ર મામલો ફરિયાદ અને રજૂઆતના તબક્કે છે.


આ પણ વાંચો: એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે

આ પણ વાંચો: મહેસાણામાં જાહેરાતનું હોર્ડિંગ બરોબર દેખાય તે માટે માટે ઝાડ કપાયા

આ પણ વાંચો: MS યુનિવર્સિટીમાં ચંદનચોરીના 20 દિવસ બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું : CCTV કે સિક્યોરિટીના ઠેકાણા નથી