New Delhi/ ખાનગી હોસ્પિટલોની લૂંટ સામે કેન્દ્રની લાલ આંખ

ખાનગી હોસ્પિટલો દ્વારા સસ્તી દવાઓ અને મેડિકલ સામાન દર્દીઓને અનેકગણા ઊંચા ભાવે વેચવા (Medical Cost)ના મામલે કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઈને દેશવ્યાપી સમીક્ષા શરૂ કરી છે.

India Trending
Medical Cost સામે કેન્દ્ર સરકારની લાલ આંખ

New Delhi :દેશમાં ખાનગી હોસ્પિટલો (Private Hospitals )દ્વારા દર્દીઓ પાસેથી મેડિકલ સામાન, સર્જિકલ કન્ઝ્યુમેબલ્સ અને દવાઓના (Medical Cost)નામે અનેકગણી ઊંચી રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) આ મામલે કડક રૂખ અપનાવ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની નારાજગી બાદ, સ્વાસ્થ્ય અને રસાયણ મંત્રાલય દ્વારા સમગ્ર માની પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા શરૂ કરવામાં આવી છે, જેથી દર્દીઓને રાહત આપી શકાય.

DAVAO

Medical Cost :ખરીદ કિંમત અને બિલિંગમાં મોટું અંતર

હોસ્પિટલો દ્વારા ઉત્પાદકો કે બજારમાંથી જે નીચા ભાવે સામાન ખરીદવામાં આવે છે, તે જ સામાન દર્દીઓના ફાઇનલ બિલમાં અનેકગણા ઊંચા ભાવે દર્શાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા દસ્તાવેજી નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. દાખલ તરીકે, હોસ્પિટલે અંદાજે ૧૧ રૂપિયામાં ખરીદેલો આઈવી સેટ દર્દીને ૩૨૫ રૂપિયામાં આપ્યો હતો. તે જ પ્રમાણે, ૭ રૂપિયાની સિરિન્જના ૫૭ રૂપિયા અને નજીવા ભાવના કેથેટર તેમજ ઓક્સિજન માસ્ક માટે દર્દીઓ પાસેથી સેંકડો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે.

DAVAO

દર્દીઓની લાચારીનો ફાયદો અને મંત્રાલયની કાર્યવાહી

સારવાર દરમિયાન દાખલ દર્દીઓ માટે હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શન કે ઇન-હાઉસ ફાર્મસી પર જ નિર્ભર રહેવું પડતું હોય છે અને બહારથી સામાન લાવવો ઘણીવાર મુશ્કેલ બને છે. આ બાબતનો ગેરલાભ ઉઠાવીને હોસ્પિટલો દ્વારા દર્દીઓ પર ભારે આર્થિક બોજ નાખવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મેડિકલ સેક્ટર (Medical sector)સાથે કિંમતોમાં તર્કસંગતતા લાવવા માટે મંત્રણા શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ આ દિશામાં યોગ્ય અને કડક પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો:દાહોદમાં એક્સપાયરી દવાઓના ઢગલાથી ખળભળાટ, આરોગ્ય તંત્ર સામે યુવરાજસિંહના સવાલો

આ પણ વાંચો:નકલી દવાઓ અને ભેળસેળ સામે ગુજરાતમાં ઝીરો ટોલરન્સ, FDCAની મોટી કાર્યવાહી

આ પણ વાંચો:દિલ્હીમાં કેન્સરની નકલી દવાઓનો કાળો કારોબાર પકડાયો; 1 લાખના ઇન્જેક્શનમાં નીકળ્યું પાણી