sports news/ Asian Games 2026 Live Updates: અનાહત સિંહથી ગોલ્ડની આશા, એથ્લેટિક્સ પર પણ નજર

એશિયન ગેમ્સ 2026માં આર્ચરીમાં ભારતનું શાનદાર પ્રદર્શન. પુરુષ અને મહિલા રિકર્વ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.

Top Stories Sports
Asian Games 2026: આર્ચરીમાં ભારતની 3 ટીમો સેમિફાઇનલમાં

Asian Games 2026 Live Updates: જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી Asian Games 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. 27 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે મહત્વનો રહેવાનો છે, કારણ કે સ્ક્વોશ, એથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગ સહિત અનેક રમતોમાં ભારતીય ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે.

હાલમાં ભારતના ખાતામાં કુલ 30 મેડલ છે, જેમાં 4 ગોલ્ડ, 12 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મેડલ ટેલીમાં ભારત હાલમાં 10મા સ્થાને છે. હવે ભારતીય ખેલાડીઓ વધુ શાનદાર પ્રદર્શન કરીને દેશની મેડલ સંખ્યામાં વધારો કરવા માટે નજર રાખશે.

અનાહત સિંહ અને અભય સિંહ રમશે ગોલ્ડ મેડલ મેચ

આજે સૌથી વધુ નજર સ્ક્વોશના ગોલ્ડ મેડલ મુકાબલા પર રહેશે. ભારતની યુવા ખેલાડી અનાહત સિંહ મહિલા સિંગલ્સના ગોલ્ડ મેડલ મેચમાં મલેશિયાની શિવસંગરી સુબ્રમણ્યમ સામે ટકરાશે.

અનાહત સિંહનો આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થવાનો છે. ભારતીય ચાહકોની નજર આ મેચ પર રહેશે, કારણ કે ગોલ્ડ મેડલ જીતવાથી અનાહત માટે એશિયન ગેમ્સમાં મોટી સિદ્ધિ નોંધાશે.

બીજી તરફ પુરુષોની સ્ક્વોશ સ્પર્ધામાં ભારતના અભય સિંહ ગોલ્ડ મેડલ માટે મલેશિયાના એનજી ઈન યો સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે શરૂ થવાની છે.

આ બંને મુકાબલા Asian Games 2026 Live Updates માં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સમાંથી એક રહેશે.

Live updates : Asian Games 2026 Day 8…..

7:28 PM

દિવસનો અંત 37  મેડલ સાથે થયો

ભારત માટે આજનો દિવસ નોંધપાત્ર રહ્યો. ભારતીય ખેલાડીઓએ સાત પોડિયમ ફિનિશ હાંસલ કર્યા. પાંચ મેડલ ફક્ત એથ્લેટિક્સમાંથી આવ્યા. ભારત પાસે હવે કુલ 37 મેડલ છે.

સર્વેશ કુશારે જીત્યો સિલ્વર મેડલ

6:38 PM

સર્વેશ કુશારે મેન્સ હાઈ જમ્પમાં ભારત માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે. ચાઈનીઝ તાઈપેઈના ફૂ ચાઓ-હ્સુઆને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

5:35 PM

એન્સી સોજને જીત્યો સિલ્વર

એશિયન ગેમ્સ 2026માં મહિલા લોંગ જમ્પમાં ભારતની એન્સી સોજને સિલ્વર મેડલ જીત્યો છે. તે માત્ર 2 સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. ચીનની એથ્લેટે પોતાના અંતિમ પ્રયાસમાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.

100 મીટર હર્ડલ્સમાં નંદિની કોંગન છઠ્ઠા સ્થાને

5:12 PM

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં ભારતની નંદિની કોંગન છઠ્ઠા સ્થાને રહી હતી. નંદિની મેડલ જીતવામાં સફળ રહી નહોતી. જાપાનની માકો ફુકુબેએ ગોલ્ડ, હિતોમી નકાજિમાએ સિલ્વર જ્યારે ચીનની યાની વૂએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નરેન્દ્રનો મેડલ પાક્કો

5:09 PM

એશિયન ગેમ્સમાં મેન્સ 90kg કેટેગરીના સેમિફાઇનલમાં પહોંચતા જ નરેન્દ્રે ભારત માટે બોક્સિંગમાં મેડલ પાક્કો કરી દીધો છે. નરેન્દ્રે ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં થાઇલેન્ડના અથાપોંગ સેંગટેપને બે વખત નોકડાઉન કરીને શાનદાર જીત મેળવી હતી.

હરિતા ભદ્રાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

4:15 PM

એશિયન ગેમ્સમાં ભારતે વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે. હરિતા ભદ્રાએ મહિલાઓની 200 મીટરની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની અન્ય સ્પ્રિન્ટર ઉન્નતિ અયપ્પા છઠ્ઠા સ્થાને રહી હતી.

એક્શનમાં ઉતરશે નરેન્દ્ર

3:49 PM

ભારતનો નરેન્દ્ર ટૂંક સમયમાં મેન્સ 90 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં થાઈલેન્ડના અથાપોંગ સેંગટેપ સામે મુકાબલો કરશે. જો નરેન્દ્ર આ મેચમાં જીત મેળવશે, તો તેઓ આ ઇવેન્ટમાં ભારત માટે મેડલ નિશ્ચિત કરી લેશે.

એક્શનમાં ભારતીય મહિલા હોકી ટીમ

3:22PM

ભારતીય મહિલા હોકી ટીમ ટૂંક સમયમાં Pool B ની મેચમાં સિંગાપોર સામે મેદાનમાં ઉતરશે. ટીમની નજર આ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવવા પર રહેશે.

બોક્સિંગમાં સચિન સિયાચનો પરાજય

3:14PM

ભારતના Sachin Siwach Boxing ને પુરુષોની 60 કિગ્રા કેટેગરીના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનના કિતામોટો સામે 5-0ના સર્વસંમતિના નિર્ણયથી હાર મળી છે. આ હાર સાથે સચિન સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યા નથી.

બોક્સિંગમાં સચિન સિયાચનો શૂનસુકે કિતામોટો સામે મુકાબલો

2:58PM

ભારતનો સચિન સિયાચ પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલ મુકાબલા માટે તૈયાર છે. તેનો સામનો જાપાનના શૂનસુકે કિતામોટો સામે થશે. રેડ કોર્નરમાં રહેલો કિતામોટો 2025નો વર્લ્ડ બ્રોન્ઝ મેડલિસ્ટ છે. તેથી Sachin Siwach Boxing માટે આ મુકાબલો પડકારજનક રહેવાની શક્યતા છે.

પરવીન હુડ્ડાએ મેડલ કર્યો પાક્કો

2:50PM

Asian Games 2026માં બોક્સિંગની મહિલાઓની 65kg કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પરવીન હુડ્ડાએ ઉઝબેકિસ્તાનની વર્લ્ડ સિલ્વર મેડલિસ્ટ નવબખોર ખમિદોવા સામે શાનદાર 5-0થી જીત મેળવી. આ જીત સાથે પરવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે અને Parveen Hooda Boxing Medal પણ પાક્કો કરી લીધો છે.

અનાહત સિંહે જીત્યો સિલ્વર મેડલ

2:13PM

Asian Games 2026માં મહિલા સિંગલ્સ સ્ક્વોશના ગોલ્ડ મેડલ મેચમાં ભારતની અનાહત સિંહને મલેશિયાની ખેલાડી સિવસંગરી સામે સતત ત્રણ ગેમમાં હારનો સામનો કરવો પડ્યો. Anahat Singh Silver Medal સાથે અનાહત સિંહે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

પરવીન હુડ્ડા સામે ઉઝબેકિસ્તાનની નવબખોર ખમિદોવા

2:06 PM

Asian Games 2026માં ભારતની પરવીન હુડ્ડા મહિલાઓની 65kg Boxing કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની નવબખોર ખમિદોવા સામે રિંગમાં ઉતરશે. પરવીન મેડલથી માત્ર એક જીત દૂર છે. જોકે, તેમની સામે 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારી નવબખોર ખમિદોવા પડકારરૂપ રહેશે.

અનાહત સિંહને બીજા ગેમમાં પણ હાર

1:59 PM

Asian Games 2026ના સ્ક્વોશ મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં ભારતની અનાહત સિંહનો મુકાબલો મલેશિયાની સિવસંગરી સામે ચાલી રહ્યો છે. Anahat Singh Gold Medal Matchના બીજા ગેમમાં પણ અનાહતને 4-11થી હારનો સામનો કરવો પડ્યો છે. સતત બે ગેમ હાર્યા બાદ હવે અનાહત માટે ત્રીજો ગેમ મુકાબલામાં વાપસી કરવા માટે મહત્વપૂર્ણ બની ગયો છે.

અનાહત સિંહને પહેલા ગેમમાં હાર

1:51 PM

Asian Games 2026ના સ્ક્વોશ મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં ભારતની અનાહત સિંહનો મુકાબલો મલેશિયાની સિવસંગરી સામે થઈ રહ્યો છે. Anahat Singh Gold Medal Matchના પ્રથમ ગેમમાં અનાહતને 4-11થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે બીજા ગેમમાં અનાહત સિંહ વાપસી કરીને મુકાબલામાં બરાબરી મેળવવાનો પ્રયાસ કરશે

અભય સિંહે સિલ્વર મેડલ જીત્યો

1:23 PM

Asian Games 2026ના પુરુષ સિંગલ્સ સ્ક્વોશમાં ભારતના અભય સિંહને ગોલ્ડ મેડલ મેચમાં મલેશિયાના એનજી ઈન યો સામે હારનો સામનો કરવો પડ્યો. Abhay Singh Silver Medal મુકાબલામાં અભય સિંહ ત્રણેય ગેમમાં 9-11, 5-11 અને 5-11થી પરાજિત થયો. આ હાર સાથે અભય સિંહે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

અભય સિંહને બીજા ગેમમાં પણ હાર

1:09 PM

Asian Games 2026ના સ્ક્વોશ પુરુષ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં ભારતના અભય સિંહનો મુકાબલો મલેશિયાના એનજી ઈન યો સામે ચાલી રહ્યો છે. Abhay Singh Gold Medal Matchના બીજા ગેમમાં પણ અભય સિંહને 5-11થી હાર મળી છે. મલેશિયાના ખેલાડીએ બીજો ગેમ એકતરફી રીતે જીતીને મુકાબલામાં 2-0ની લીડ મેળવી લીધી છે.

અભય સિંહને પહેલા ગેમમાં હાર

12:56 PM

Asian Games 2026માં સ્ક્વોશના પુરુષ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં ભારતના અભય સિંહનો મુકાબલો મલેશિયાના એનજી ઈન યો સામે ચાલી રહ્યો છે. Abhay Singh Gold Medal Matchના પ્રથમ ગેમમાં અભય સિંહને 9-11થી હારનો સામનો કરવો પડ્યો છે. મલેશિયાના ખેલાડીએ પહેલો ગેમ પોતાના નામે કરીને મુકાબલામાં 1-0ની લીડ મેળવી લીધી છે.

 

અભય સિંહ પ્રથમ ગેમમાં હાર્યો

અભય સિંહના સ્ક્વોશ ગોલ્ડ મેડલ મેચની શરૂઆત

12:39PM

એશિયન ગેમ્સ 2026માં પુરુષ સિંગલ્સના સ્ક્વોશ ગોલ્ડ મેડલ મેચની શરૂઆત થઈ ગઈ છે. ભારતના અભય સિંહનો મુકાબલો મલેશિયાના એનજી ઈન યો સામે થઈ રહ્યો છે. અભય સિંહે શાનદાર શરૂઆત કરતાં પ્રથમ ગેમમાં 3-2ની લીડ મેળવી લીધી છે.

અભય સિંહનો ગોલ્ડ મેડલ માટે મલેશિયાના ખેલાડી સામે મુકાબલો

12:17 PM

એશિયન ગેમ્સ 2026માં સ્ક્વોશના પુરુષ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ માં ભારતના અભય સિંહ નો મુકાબલો મલેશિયાના એનજી ઈન યો સામે થોડા જ સમયમાં શરૂ થવાનો છે. આ મેચ જીતનાર ખેલાડીને ઓલિમ્પિક 2028 માટે સીધી ક્વોલિફિકેશન મળશે.

એશિયન ગેમ્સ 2026માં સ્ક્વોશના પુરુષ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ માં ભારતના અભય સિંહ નો મુકાબલો મલેશિયાના એનજી ઈન યો સામે થોડા જ સમયમાં શરૂ થવાનો છે. આ મેચ જીતનાર ખેલાડીને ઓલિમ્પિક 2028 માટે સીધી ક્વોલિફિકેશન મળશે.

આર્ચરીમાં ભારતીય રિકર્વ ટીમો સેમિફાઇનલમાં પહોંચી

11:48AM

આર્ચરીમાં ભારતીય પુરુષ અને મહિલા રિકર્વ ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય પુરુષ ટીમે ચીનને 5-1થી હરાવ્યું, જ્યારે મહિલા ટીમે ચાઇનીઝ તાઇપેને 6-0થી હરાવી હતી.

આ સાથે આજે આર્ચરીની ભારતની તમામ ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પુરુષ, મહિલા અને મિક્સ્ડ રિકર્વ ટીમોના સેમિફાઇનલ મુકાબલા 2 ઓક્ટોબરે રમાશે.

વેઇટલિફ્ટિંગ 69 કિગ્રા ફાઇનલમાં હરજિન્દર કૌર 9મા સ્થાને

11:46AM

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 69 કિગ્રા વેઇટલિફ્ટિંગ ફાઇનલમાં ભારતની હરજિન્દર કૌરે 9મા સ્થાને સ્પર્ધા પૂર્ણ કરી. ક્લીન એન્ડ જર્કમાં તેમણે 110 કિગ્રાનું માત્ર એક સફળ લિફ્ટ કર્યું હતું.

ત્યારબાદ 126 કિગ્રા વજન મૂકવામાં આવ્યું હતું, જે હરજિન્દરનો પર્સનલ બેસ્ટ છે, પરંતુ તેમણે આ વજન ઊંચકવાનો પ્રયાસ કર્યો નહોતો. CWG 2026માં સિલ્વર મેડલ જીત્યા બાદ હરજિન્દર એશિયન ગેમ્સમાં કુલ 204 કિગ્રા વજન સાથે 9મા સ્થાને રહી હતી.

તીરંદાજીના ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ચીન સામે ટક્કર

11:37AM

તીરંદાજીની રિકર્વ ટીમના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા શરૂ થવાના છે. ભારતીય પુરુષ રિકર્વ ટીમનો મુકાબલો ચીન સામે થશે, જ્યારે મહિલા રિકર્વ ટીમ ચાઇનીઝ તાઇપે સામે રમશે.

બીજી તરફ, કમ્પાઉન્ડ પુરુષ, મહિલા અને મિક્સ્ડ ટીમો પહેલેથી જ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સેમિફાઇનલ મુકાબલા 30 સપ્ટેમ્બરે રમાશે. રિકર્વ મિક્સ્ડ ટીમે વિયેતનામને હરાવીને અંતિમ ચાર ટીમોમાં સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો જાપાન સામે થશે.

બેડમિન્ટન મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો પરાજય

11:22AM

બેડમિન્ટનની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં PV Sindhu Asian Games 2026 મુકાબલામાં ચેન યુ ફેઈ સામે 21-11, 18-21, 10-21થી હારી ગઈ. સિંધુએ પ્રથમ ગેમ જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ ચેન યુ ફેઈએ શાનદાર વાપસી કરી હતી.

ત્રીજી અને નિર્ણાયક ગેમમાં સિંધુનું પ્રદર્શન નબળું રહ્યું અને તેને 10-21થી હાર મળી. આ પરાજય સાથે એશિયન ગેમ્સમાં ભારતીય બેડમિન્ટન ટીમની મેડલની આશા સમાપ્ત થઈ ગઈ છે.

બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં સિંધુ અને ચેન વચ્ચે 1-1થી બરાબરી

10:58 AM

બેડમિન્ટનની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ અને ચેન યુ ફેઈ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. સિંધુએ પ્રથમ ગેમ જીતી હતી, પરંતુ બીજી ગેમમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે મુકાબલો હવે 1-1થી બરાબરી પર પહોંચી ગયો છે અને નિર્ણય ત્રીજી તથા અંતિમ ગેમમાં થશે.

શૂટિંગમાં ટ્રેપ ક્વોલિફિકેશનનો પ્રથમ દિવસ પૂર્ણ

10:45 AM

પુરુષો અને મહિલાઓની ટ્રેપ ક્વોલિફિકેશન નો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે. ભારતીય શૂટર્સની હાલની સ્થિતિ આ પ્રમાણે છે.

મહિલા ઇવેન્ટમાં:

  • નીરુ 50માંથી 46 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.
  • આશિમા અહલાવત 42 પોઈન્ટ સાથે 16મા સ્થાને છે.
  • મનીષા કીર 40 પોઈન્ટ સાથે 24મા સ્થાને છે.

પુરુષોની ઇવેન્ટમાં:

  • કાયનન ચેનાઈ 47 પોઈન્ટ સાથે 11મા સ્થાને છે.
  • શપથ ભારદ્વાજ 45 પોઈન્ટ સાથે 22મા સ્થાને છે.
  • અહવર રિઝવી 41 પોઈન્ટ સાથે 35મા સ્થાને છે.

ટીમ ઇવેન્ટની રેન્કિંગમાં બંને ભારતીય ટીમો હાલમાં 7મા સ્થાને છે. ટ્રેપ સ્પર્ધામાં હજુ બે દિવસની સ્પર્ધા બાકી છે, તેથી ભારતીય ખેલાડીઓની રેન્કિંગમાં આગળ વધવાની તક રહેશે.

વેઇટલિફ્ટિંગ મહિલાઓની 69 કિગ્રા ફાઇનલમાં હરજિન્દર કૌર

10:42 AM

CWG 2026માં સિલ્વર મેડલ જીતનાર હરજિન્દર કૌરએ સ્નેચ રાઉન્ડમાં કુલ 94 કિગ્રા વજન ઊંચક્યું છે. હરજિન્દર પોતાની છેલ્લી બે કોશિશમાં 97 કિગ્રા વજન ઊંચકવામાં સફળ રહી નહોતી.

હરજિન્દરનો પર્સનલ બેસ્ટ 101 કિગ્રા છે, જે તેમણે આ વર્ષની શરૂઆતમાં ગ્લાસગોમાં બનાવ્યો હતો. એટલે કે તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી 7 કિગ્રા પાછળ રહ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે હરજિન્દર સ્ટેન્ડિંગમાં નીચેથી બીજા સ્થાને છે. જો અન્ય તમામ લિફ્ટર્સ ઓછામાં ઓછી એક સફળ કોશિશ કરે છે, તો હરજિન્દર નવમા સ્થાને પહોંચી શકે છે અને તેમના માટે મેડલની શક્યતા ઘણી ઓછી થઈ શકે છે.

શૂટિંગમાં 25 મીટર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં પ્રિસિઝન સ્ટેજ પૂર્ણ

10:41 AM

શૂટિંગમાં મહિલાઓની 25m Pistol Shooting ક્વોલિફિકેશનના પ્રિસિઝન સ્ટેજમાં ભારતની ઈશા સિંહે 290, જ્યારે મનુ ભાકર અને રાહી સરનોબતે 287-287નો સ્કોર કર્યો છે. જોકે, આ સ્કોરથી હજુ કોઈ પરિણામ નક્કી થયું નથી, કારણ કે આવતીકાલે રૅપિડ સ્ટેજ યોજાશે.

ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ત્રણેય ભારતીય શૂટર્સે રૅપિડ સ્ટેજમાં પણ શાનદાર સ્કોર કરવો પડશે. ખાસ કરીને 290ની આસપાસનો સ્કોર જાળવી રાખવો તેમના માટે મહત્વપૂર્ણ રહેશે.

બોક્સિંગમાં અંકુશ પાંઘલે મેડલ કર્યો પાક્કો

10:13 AM

બોક્સિંગની પુરુષોની 80 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં Ankush Panghal Boxing માં શાનદાર પ્રદર્શન કરીને તાજિકિસ્તાનના નેક્રુઝ સલિમૉવને 5-0થી હરાવ્યો છે. આ જીત સાથે અંકુશે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે પોતાનો મેડલ પણ પાક્કો કરી લીધો છે.

હવે સેમિફાઇનલમાં અંકુશનો મુકાબલો 29 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના ફઝલિદ્દીન એર્કિનબોયેવ સામે થશે. એર્કિનબોયેવ 75 કિગ્રા કેટેગરીના વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે.

બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ 11-8થી આગળ

10:10 AM

બેડમિન્ટનની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં PV Sindhu vs Chen Yufei મુકાબલો થઈ રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. પ્રથમ ગેમના બ્રેક સુધી સિંધુ 11-8થી આગળ છે.

એક સમયે સિંધુ 7-2થી આગળ હતી, પરંતુ ચેન યુ ફેઈએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિંધુએ પોતાની લીડ જાળવી રાખીને પ્રથમ ગેમમાં મજબૂત શરૂઆત કરી છે.

બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ઉન્નતિ હુડ્ડાની જાપાનની ખેલાડી સામે ટક્કર

9:50 AM

બેડમિન્ટનની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં Unnati Hooda vs Akane Yamaguchi મુકાબલો ચાલી રહ્યો છે. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ઉન્નતિએ બીજી ગેમમાં શાનદાર વાપસી કરી હતી. તેણે બીજી ગેમ 21-14થી જીતીને મુકાબલો હવે નિર્ણાયક ત્રીજી ગેમ સુધી પહોંચાડ્યો છે.

ગોલ્ડ મેડલ જીતવાથી ઓલિમ્પિક 2028 માટે તક

સ્ક્વોશ માટે આ એશિયન ગેમ્સ વધુ ખાસ છે, કારણ કે Los Angeles Olympics 2028માં પહેલીવાર સ્ક્વોશને ઓલિમ્પિક કાર્યક્રમમાં સ્થાન મળ્યું છે.

એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે સીધી તક મળવાની હોવાથી અનાહત સિંહ અને અભય સિંહ માટે આ મુકાબલા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતના બંને ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવા માટે કોર્ટ પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ચાહકોને બંને પાસેથી મેડલની મોટી આશા છે.

એથ્લેટિક્સમાં પણ ભારતીય ખેલાડીઓ એક્શનમાં

સ્ક્વોશ ઉપરાંત Asian Games 2026 Track and Fieldમાં પણ ભારતના ઘણા ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે. મહિલાઓની Women Long Jump સ્પર્ધામાં ભારત તરફથી શૈલી સિંહ અને એન્સી સોજાન ભાગ લેશે.

લોંગ જમ્પમાં બંને ભારતીય ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. આ ઉપરાંત મહિલાઓની Women 200m સ્પર્ધામાં હરિતા ભદ્રા અને ઉન્નતિ બોલંડ પણ એક્શનમાં જોવા મળશે.

પુરુષોની Men 200m સ્પર્ધામાં ભારતના અનિમેષ કુજુર પર પણ નજર રહેશે. ભારતીય Athletes આજે Track and Fieldમાં મેડલ માટે પડકાર રજૂ કરશે.

વેઇટલિફ્ટિંગમાં હરજિન્દર કૌર પર નજર

વેઇટલિફ્ટિંગમાં પણ ભારત માટે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. મહિલાઓની 69 કિલોગ્રામ કેટેગરીમાં Harjinder Kaur Weightlifting સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ભારતીય વેઇટલિફ્ટર પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. જો હરજિન્દર કૌર પોડિયમ ફિનિશ મેળવવામાં સફળ થાય છે, તો ભારતની મેડલ ટેલીમાં વધુ એક મેડલનો ઉમેરો થઈ શકે છે.

ભારતની મેડલ ટેલી પર રહેશે નજર

ભારત હાલમાં 30 મેડલ સાથે મેડલ ટેલીમાં 10મા સ્થાન પર છે. તેમાં 4 ગોલ્ડ, 12 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સામેલ છે. એશિયન ગેમ્સ આગળ વધતા ભારતીય ખેલાડીઓ પાસેથી વધુ મેડલની અપેક્ષા છે.

27 સપ્ટેમ્બરના દિવસે ખાસ કરીને સ્ક્વોશના ગોલ્ડ મેડલ મુકાબલા ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. અનાહત સિંહ અને અભય સિંહ જો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થાય છે, તો ભારતના મેડલ ટેલીમાં બે ગોલ્ડનો ઉમેરો થઈ શકે છે.

આ સાથે એથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલ માટે સ્પર્ધા કરશે. તેથી Asian Games 2026 Live Updates દરમિયાન આજે ભારતના પ્રદર્શન પર ચાહકોની ખાસ નજર રહેશે.

Asian Games 2026: આજના મહત્વના ભારતીય મુકાબલા

  • અભય સિંહ: સ્ક્વોશ ગોલ્ડ મેડલ મેચ – બપોરે 12:30 વાગ્યે
  • અનાહત સિંહ: સ્ક્વોશ ગોલ્ડ મેડલ મેચ – બપોરે 1:30 વાગ્યે
  • શૈલી સિંહ: મહિલા લોંગ જમ્પ
  • એન્સી સોજાન: મહિલા લોંગ જમ્પ
  • હરિતા ભદ્રા: મહિલા 200 મીટર
  • ઉન્નતિ બોલંડ: મહિલા 200 મીટર
  • અનિમેષ કુજુર: પુરુષ 200 મીટર
  • હરજિન્દર કૌર: મહિલા 69 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ

આ તમામ ઇવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી મેડલ ટેલીમાં વધુ વધારો થવાની આશા છે. Asian Games 2026 Live Updates માટે આજે સ્ક્વોશ ઉપરાંત એથ્લેટિક્સ અને વેઇટલિફ્ટિંગના મુકાબલા પણ ખાસ મહત્વ ધરાવે છે.


આ પણ વાંચો:Asian Games 2026: સુરુચી-કમલજીતે ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો:Asian Games 2026 Live: જય મીણાએ રચ્યો ઈતિહાસ, મનુ ભાકર મેડલથી ચૂકી

આ પણ વાંચો:Asian Games 2026 Live Updates: ભારતે જીત્યા 27 મેડલ, કબડ્ડીમાં ગોલ્ડની આશા