Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડી નજીક મહાનગરપાલિકાના કચરાના પ્લાન્ટમાં અચાનક (Mithikhadi Fire) આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લાન્ટમાં મોટી માત્રામાં કચરો એકત્રિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના (Limbayat Fire) કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
Mithikhadi Fire: હોટ ફિક્સના કચરામાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ
પ્રાથમિક માહિતી મુજબ, પ્લાન્ટમાં (Surat Municipal Corporation) હોટ ફિક્સ સાથે સંકળાયેલો જ્વલનશીલ કચરો પડેલો (Hot Mix Waste Fire) હતો. તેમાં આગ લાગતાં જ થોડી જ વારમાં જ્વાળાઓએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. કચરાના ઢગલામાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દૂર સુધી ફેલાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા આશરે પાંચ કિલોમીટર દૂરથી પણ નજરે પડતા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકો તેમજ આસપાસના રહેવાસીઓનું ધ્યાન ઘટનાસ્થળ તરફ ખેંચાયું હતું.
ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી
આગની જાણ થતાં સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.ફાયર જવાનો દ્વારા આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે અલગ-અલગ દિશામાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કચરાનો જથ્થો વધુ હોવાથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને જહેમત ઉઠાવવી પડી રહી છે.
હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગે સત્તાવાર કારણ સામે આવ્યું નથી. આગનું કારણ શોર્ટ સર્કિટ હતું કે કચરામાં રહેલા કોઈ જ્વલનશીલ પદાર્થને કારણે આગ લાગી તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.હાલ ફાયર વિભાગની ટીમો આગ પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી કરી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના બનાવ અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી. આગ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.
આ પણ વાંચો: યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, 9 મુસાફરોના મોત
આ પણ વાંચો: સુરત શ્યામ સંગિની માર્કેટ આગકાંડ: 10 હજારના વિવાદમાં 24 કરોડનું નુકસાન, પૂર્વ એકાઉન્ટન્ટ ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદના પાંચકુવા દરવાજા બહાર કાપડની દુકાનમાં ભીષણ આગ; ચાર માળની બિલ્ડિંગ સ્વાહા
