Bharuch News/ ભરૂચમાં SIR મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત; પોલીસ સાથે ઘર્ષણ

ભરૂચ કલેક્ટર કચેરી બહાર SIR મુદ્દે કોંગ્રેસના વિરોધ (Bharuch Congress Protest) દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ હતી. પોલીસે મુમતાઝ પટેલ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

Top Stories Gujarat Others Breaking News
Bharuch Congress Protest: SIR મુદ્દે મુમતાઝ પટેલ સહિત કાર્યકરોની અટકાયત, પોલીસ સાથે ઘર્ષણ

Bharuch News: મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન (Bharuch Congress Protest) કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો કલેક્ટર કચેરી બહાર એકઠા થયા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામા તેમજ કાનૂની કાર્યવાહીની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

28 સપ્ટેમ્બરે દેશના વિવિધ ભાગોમાં કોંગ્રેસ દ્વારા SIR અને ચૂંટણી પંચની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓ સુધી વિરોધ માર્ચ યોજવાની વાત અગાઉ કરી હતી.

Bharuch Congress Protest
Bharuch Congress Protest

મુમતાઝ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા

ભરૂચમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સ્વર્ગીય અહેમદ પટેલ (Ahmed Patel)નાં પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા અને શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને SIR પ્રક્રિયા અંગે કોંગ્રેસની માગણીઓ રજૂ કરી હતી.

Bharuch Congress Protest
Bharuch Congress Protest

કલેક્ટર કચેરી તરફ જતા પોલીસે બેરિકેડિંગ કર્યું

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પોલીસે બેરિકેડિંગ કરીને તેમને અટકાવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવતા કેટલાક કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણ થઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે મુમતાઝ પટેલ સહિત કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને ભરૂચના ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

અટકાયત બાદ મુમતાઝ પટેલે શું કહ્યું?

પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ મુમતાઝ પટેલે (Mumtaz Patel) મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસના વિરોધને લોકશાહી તથા બંધારણીય અધિકારો સાથે જોડ્યો હતો. મુમતાઝ પટેલે જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને પુનરાવર્તિત કરી હતી અને SIRની પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ મળવો જોઈએ તેવી માંગ કરી હતી.

Bharuch Congress Protest
Bharuch Congress Protest

SIR મુદ્દે કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ

કોંગ્રેસે SIRને લઈને દેશભરમાં વિરોધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી અને તેમને પદ પરથી હટાવવાની માગ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે SIR દરમિયાન મતદાર યાદીઓમાં થયેલા ફેરફારોને કારણે મોટી સંખ્યામાં મતદારોને અસર થઈ શકે છે. બીજી તરફ, ચૂંટણી પંચે SIR સંબંધિત નિર્ણયો અંગે પોતાનું વલણ રજૂ કર્યું છે અને જણાવ્યું છે કે સંબંધિત આદેશો ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યા હતા.

Bharuch Congress Protest
Bharuch Congress Protest

SIR અંગે રાજકીય ટકરાવ યથાવત

SIRની પ્રક્રિયા અને મતદાર યાદીમાં નામ ઉમેરવા-કાઢવાની પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને ચૂંટણી પંચ વચ્ચે રાજકીય તથા જાહેર ચર્ચા તેજ બની છે. તાજેતરના અહેવાલોમાં ચૂંટણી પંચના ત્રણ સભ્યો વચ્ચે SIR સંબંધિત કેટલાક નિર્ણયોને લઈને મતભેદ હોવાના દાવા સામે આવ્યા હતા. બીજી તરફ ચૂંટણી પંચે આ અંગે પોતાના નિર્ણયોની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી છે.

ગુજરાતમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભરૂચમાં થયેલા આ પ્રદર્શન દરમિયાન અટકાયત અને પોલીસ સાથેની ખેંચતાણ બાદ સ્થાનિક રાજકારણમાં SIRનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો:રાજકોટમાં SIR મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ: જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધ્યો

આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમાર ફરી વિવાદના વમળમાં, SIR અને Form-6 મુદ્દે 14 વાંધાનો અહેવાલ

આ પણ વાંચો: SIR પર ચૂંટણી પંચના મોટા નિર્ણયો, BLO ઘરે જઈ દસ્તાવેજ લેશે