Vadodara News/ વડોદરાના પાદરાનું રાજકારણ ગરમાયું : ‘અભણના રાજમાં કામો ના આવે….’, BJP MLA નો પલટવાર,કોંગ્રેસના અગ્રણીનો વળતો પ્રહાર

પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે વળતો પ્રહાર કર્યો

Gujarat Vadodara

Vadodara News : વડોદરા જિલ્લાના પાદરામાં પંચાયત ઘરના ખાતમૂહુર્ત પ્રસંગે રાજકારણ ગરમાયું છે. જેમાં પંચાયત ઘરના ખાતમૂહુર્ત પ્રસંગે સરપંચના આમંત્રણ મુદ્દે નિવેદનબાજી થતા રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપના MLA ચૈતન્યસિંહ ઝાલાએ પહેલા કોંગ્રેસની સરખામણી રાક્ષસ જોડે કરી દીધી હતી. આ નિવેદનને કારણે મામલો ઠંડો પડવાની જગ્યાએ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્યએ તાજેતરમાં ભૂતપુર્વ MLAને અભણ કહ્યા હતા. એટલું જ નહી તેમણે કહ્યું હું કે અભણના રાજમાં કામોના આવે. આ મામલ હવે જોર પકડી રહ્યો છે.

તાજેતરમાં પાદરાના ધારાસભ્યનો તાજેતરમાં  એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પોતાના સંબોધનમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું કે, લોકો મારી પોસ્ટ જુએ છે, મને ગામમાં આવતા-જતા જુએ છે, મને લોકો કહેતા હોય છે, તમે ગામમાં જ્યારે આવો છો, જેટલી વખત આવો છો, વિકાસના કામોને લઇને આવો છો. અમે તમારા સોશિયલ મીડિયા પર પણ જોતા રહીએ છીએ.વધુમાં તેમણે  જણાવ્યું કે, કેટલાક મિત્રો પુછતા હતા, કે તમે આવો છો, ત્યારે કામ આવે છે, તો પહેલા કેમ આવતા ન હતા..  જો આ બધા કામો પહેલા કરાવી દીધા હોત, તો આજે મારે કરાવવા ના પડ્યા હોત.ત્યારે એવો મને પણ વિચાર આવ્યો હતો.

મને હમણાં ખબર પડી, ગયા પાંચ વર્ષ તો અભણ ધારાસભ્ય હતા, ક્યાંથી તમારા માટે કામો કરી શકે, કોઇ વિકાસના કામો જ ના આવે, ગયા પાંચ વર્ષમાં અભણ ધારાસભ્ય, હું નથી કહેતો, તેઓ જાતે જ કહે છે, હું અભણ ધારાસભ્ય  તો અભણના રાજમાં વિકાસના કામો ના આવે, આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે, ને એટલે તમારા માટે આટલા વિકાસના કામો લાવ્યો છે.

આ મામલાની શરૂઆત  પાદરામાં ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસની રાક્ષસો જોડે સરખામણી કરતા થઇ હતી. ત્યાર બાદ વીડિયો મારફતે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન જશપાલસિંહ પઢીયારે વળતો પ્રહાર કર્યો હતો. અને તેમના શબ્દો પરત લેવા જણાવ્યું હતું. આ બાદ ભાજપના ધારાસભ્યનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ નામ લીધા વગર પાદરાના પૂર્વ ધારાસભ્ય પર નિશાન તાકી રહ્યા છે હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર છે.

આ વિવાદીત નિવેદન બાદ બાદ કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે વળતો પ્રહાર કર્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યએ અગાઉ તેમના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસને આપેલા સમર્થનની વાત યાદ કરાવવામાં આવી છે. ઉપરાંત શબ્દો પાછા ખેંચવા પણ જણાવ્યું છે.

જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે સોશિયલ મીડિયામાં વીડિયો મુકીને જણાવ્યું કે, ગઇ કાલે શિક્ષિત લોકો કેવી વાત કરે છે, તે તમામ લોકોએ જોયું છે. તેમની ભાષા કેવી હોય છે. ત્યાંના સરપંચ અને તલાટીને આમંત્રણ ન્હતું. પંચાયતી રાજ કોંગ્રેસની દેન છે. તેમણે એક નિવેદન આપ્યું છે. તેના પર મારે તાલુકાની જનતાને કહેવું છે કે, તાલુકામાંથી ઘણા આગેવાનો કોંગ્રેસ જોડે જોડાયેલા રહ્યા, અને એવું નથી કે ત્રણ વર્ષમાં જ સુખાકારી થઇ છે.લોકોની સુખાકારીના કામો થયા છે.

તેમણે , વર્ષ 2017 માં તમને ટિકિટ મળી ન હતી.. જેથી તમે કોંગ્રેસને જીતાડવા માટે તમારૂ સમર્થન જાહેર કર્યું હોવાનું વધુમાં જણાવ્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ ન્હતું આપ્યું. તમે ભાજપને હરાવવા માટે ટેકો આપવામાં આવ્યો હતો. વર્ષ 2012 માં ફક્ત 3500 મતોનું અંતર રહ્યું હતું.  ક્યારે એવું નથી કહ્યું કે, હું જીત્યો છું.હંમેશા કહેતા કે, આ પાદરાના લોકોની જીત છે. જશપાલ પઢિયારે કહ્યું કે  આ વખતે 61 હજાર લોકોએ મત આપ્યા, શું તેઓ રાક્ષસના વંશજો હતા…?  તમે વિવિધ સમાજનું જે અપમાન કર્યું છે,તમારા શબ્દો પાછા ખેંચી લેજો, નહી તો તમારે નુકશાન ભોગવવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાનો ‘લેટર બોમ્બ’

આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં મચશે ખળભળાટઃ જવાહર ચાવડાએ ભાજપનું પ્રતીક હટાવ્યું

આ પણ વાંચો:જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને લખ્યો પત્ર, ટોલ ટેક્સને લઈ થતાં અન્યાય સામે…