Food Recipe: શું તમે જાણો છો કે દલિયા અને શાકભાજીથી પણ સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો બનાવી શકાય છે! આજે અહિં તમને દલિયા અને શાકભાજીથી ભરપૂર સ્વાદિષ્ટ ચીઝી નગેટ્સ (Dalia Nuggets Recipe) બનાવવાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ. જેને તમે બ્રેકફાસ્ટમાં અથવા સ્નૅક્સના સ્વરુપે બનાવીને ખાઈ શકો છો. એમાંથી શરીરને ભરપૂર ફાઈબર અને પ્રોટીન (Fiber & Protein) પ્રાપ્ત થશે.
સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ હૅલ્ધી એવા આ નાસ્તાથી તમારું પેટ પણ લાંબો સમય ભરાયેલું રહેશે. ઘરમાં મહેમાન આવે અથવા તો બાળકોનું કશુંક સારું ખાવાનું મન થાય ત્યારે આ (Dalia Nuggets) વાનગીને બનાવીને તમે ખાઈ શકો છો. તો ચાલો જાણીએ દલિયા વડે બનતા ચીઝી નગેટ્સ (Cheesy Dalia Nuggets)ની રેસિપી વિશે…
શી રીતે બનાવશો ચીઝી દલિયા નગેટ્સ? (Cheesy Dalia Nuggets Recipe)
ચીઝી દલિયા નગેટ્સ (Dalia Nuggets) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
અડધી વાડકી દલિયા
કોર્ન
ગાજર
લાલ અને પીળી શિમલા મિર્ચ
વટાણા
લસણ
આદુ
લીલા મરચાં
સોયાબીનની વડી
બ્રેડ અથવા શેકેલું બેસન
ચીઝ
તેલ અથવા બટર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ નગેટ્સ બનાવવા માટે અડધી વાડકી દલિયા (Broken Wheat) લઇ લો. એને હળવા શેકી લો અને પછી પાણીમાં બાફી લો.
2. હવે એક ચોપરમાં તમારી મનપસંદ શાકભાજી (Vegetables) જેમ કે, કોર્ન, ગાજર, લાલ અને પીળી શિમલા મિર્ચ, વટાણા, લસણ, આદુ, લીલા મરચાં ઉમેરી દો. એમાં પલાળેલી સોયાબીનની વડી ઉમેરી દો અને તમામ સામગ્રીને બારીક ચૉપ કરી લો.
3. ફાઈન ચૉપ કરેલા આ મિશ્રણને કાઢી લો અને એમાં બાફેલા દલિયા ઉમેરી દો. એમાં તમારા મનપસંદ મસાલા જેમ કે, હળદર, ગરમ મસાલા, ચાટ મસાલા, લાલ મરચું અને સ્વાદાનુસાર પાવડર ઉમેરી દો. એમાં ઉપરથી બારીક સમારેલી કોથમીર ઉમેરો.
4. બાઇન્ડિંગ માટે એમાં તમે બ્રેડ અથવા શેકેલું બેસન (Besan) ઉમેરી શકો છો. હવે આ તમામ સામગ્રીને હાથથી સારી રીતે મિક્સ કરી લેવી.
5. આ તૈયાર સ્ટફિંગમાં થોડું બેટર લઇને એની વચ્ચે ચીઝ (Cheese)નો એક ટુકડો મૂકીને એની ચારે તરફથી સારી રીતે કવર કરી દો. એને તમે ગોળ અથવા ઓવલ શૅપમાં બનાવી શકો છો.
6. હવે તમે એને ડિપ ફ્રાય અથવા તો શૅલો ફ્રાય કરી શકો છો. તમે એને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. એર ફ્રાયરને હળવું ગ્રીસ કરીને આ નગેટ્સને એમાં તમે મૂકી શકો છો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને બૅક કરી લો.
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને સૌથી હૅલ્ધી ચીઝી દલિયા નગેટ્સ (Dalia Nuggets)…જેને બાળકો, વડીલો અને ઘરે આવેલા મહેમાનોને આ રેસિપી અત્યંત પસંદ પડશે. તમે સાંજની ચા સાથે અથવા સવારે નાસ્તામાં બનાવીને ખાઇ શકો છો. એને સર્વ કરવા માટે તમે સૉસ, લીલી ચટણી અથવા ડિપનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
