Gujarat News/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત: બસ-ટ્રકની ટક્કરમાં 5ના મોત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બોરીયાવી નજીક સુરતથી રાજસ્થાન જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત (Vadodara Ahmedabad Express Highway Accident)માં 5 લોકોનાં મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Vadodara Ahmedabad Express Highway Accident: સુરતથી રાજસ્થાન જતી બસનો ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત

Gujarat News: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદના બોરીયાવી નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત (Vadodara Ahmedabad Express Highway Accident) સર્જાયો હતો. સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાઈદર્શન ટ્રાવેલ્સની બસ સુરતથી મુસાફરોને લઈને રાજસ્થાન તરફ જઈ રહી હતી. વહેલી સવારે બસ આણંદના બોરીયાવી નજીક આવેલા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

Vadodara Ahmedabad Express Highway Accident
Vadodara Ahmedabad Express Highway Accident

Vadodara Ahmedabad Express Highway Accident: ઊંઘમાં રહેલા મુસાફરોમાં અચાનક ચીસાચીસ

અકસ્માતનો સમય વહેલી સવારનો હોવાથી બસમાં સવાર મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. દરમિયાન અચાનક બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ભારે ધડાકો થયો હતો. ધડાકાના અવાજથી મુસાફરો ઊંઘમાંથી જાગી ગયા હતા અને બસમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

પોલીસ અને સ્થાનિક લોકોએ શરૂ કરી બચાવ કામગીરી

અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Vadodara Ahmedabad Express Highway Accident
Vadodara Ahmedabad Express Highway Accident

ઈજાગ્રસ્તોને વડોદરા, અમદાવાદ અને નડિયાદ ખસેડાયા

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોમાંથી કેટલાકને વધુ સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બે ઈજાગ્રસ્તોને વડોદરા, એકને અમદાવાદ અને એકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્ત મુસાફરે જણાવી અકસ્માતની વિગતો

સુરતના રહેવાસી ઈજાગ્રસ્ત ધનેશ જાદવે જણાવ્યું હતું કે તેઓ સુરતથી બસમાં સવાર થયા હતા. વહેલી સવારે બસમાં મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો અને ત્યારબાદ બસમાં બૂમાબૂમ મચી ગઈ હતી.

Vadodara Ahmedabad Express Highway Acciden
Vadodara Ahmedabad Express Highway Accident

મૃતકના પરિવારજનોએ વળતરની માગ કરી

મૃતકના સગા નિમેષભાઈએ જણાવ્યું હતું કે તેમણે તેમના બનેવીને રાત્રે આશરે 9 વાગ્યે સુરતથી બસમાં બેસાડ્યા હતા. ત્યારબાદ રાત્રે સવા ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હોવાની જાણ પરિવારને થઈ હતી. અકસ્માતમાં તેમના બનેવીનું મૃત્યુ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. પરિવારજનોએ સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ કરી છે. મૃતકના પરિવારમાં પત્ની અને બે નાના બાળકો હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.

અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહારને અસર

અકસ્માત (Vadodara Ahmedabad Express Highway Accident)ને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વાહનવ્યવહારને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને બસ તથા ટ્રકની ટક્કર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો: રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

આ પણ વાંચો: નવસારીમાં ઓડીની ટક્કરે આધેડનું મોત: જ્યુસની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, અકસ્માત બાદ કારચાલક ફરાર

આ પણ વાંચો: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં 4નાં મોત